ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ત્રીજી વખત IPL જીતી લીધી છે. ત્યારે કેપ્ટન મહેંદ્રસિંહ ધોની અત્યારે પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. એવામાં ઈંગ્લેંડના પ્રવાસે જતાં પહેલા ધોનીએ ઝારખંડમાં દેવડી સ્થિત દુર્ગા માતાના મંદિરમાં દર્શન કર્યા.
આ મંદિરમાં ધોની સ્કૂલમાં ભણતો હતો ત્યારથી દર્શન કરવા આવે છે. ઘણી મહત્વની મેચ પહેલાં ધોની અચૂક આ મંદિરે દર્શન કરવા જાય છે.મંદિરમાં દર વખતની જેમ ધોનીને જોવા માટે ભીડ જમા થઈ હતી. ફેન્સ ધોનીની એક ઝલક મેળવવા માટે આતુર હતા. જો કે સુરક્ષાના કારણોસર ધોની આ મંદિરમાં વધારે રોકાયો નહોતો.
ધોની પોતે કાર ચલાવીને ૭૦ કિલોમીટર દૂર આ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. રાંચી-ટાટા હાઈવે પર આવેલું આ મંદિર ધોનીની શ્રદ્ધાને કારણે દેશભરમાં પ્રખ્યાત થયું છે.આ વખતની IPL ધોની માટે એક કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે સારી રહી હતી. ૧૬ મેચમાં ધોનીએ ૪૫૫ રન ફટકાર્યા હતા. IPLની કોઈપણ સિઝનમાં ધોનીએ અત્યાર સુધી આટલા રન નથી બનાવ્યા. ૭૮.૮૩ની રનરેટથી બેટિંગ કરીને ધોનીએ ૩ અર્ધશતક પણ બનાવ્યા હતા.