૨૦૦૭ના વર્લ્ડ કપને ધ્યાને રાખી સચિન, દ્વવિડ અને ગાંગુલીએ ધોની માટે જગ્યા ખાલી કરી ખેલદિલી દાખવી
ભારતની ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની વિકેટકીપર તરીકે પસંદગી થઇ ત્યારે પ્રથમ સ્લીપમાં ફિલ્ડીંગ કરી રહેલા સચિન તેંડુલકર એમ.એસ.ધોની હરિફ ટીમનો વ્યુહ શુ હશે, બેસ્ટમેન કંઇ રીતે રમશે અને બોલરે કંઇ રીતે બોલ ફેકવો તે અંગેની ચર્ચા કરતો ત્યારે જ તે મહાન ખેલાડી ઉપરાંત સર્વ શ્રેષ્ટ કેપ્ટન બનવાના ગુણ હોવાનું પારખી લીધું હતુ અને ૨૦૦૭ના ટી-૨૦ના વર્લ્ડ કપ માટે એમ.એસ.ધોનીને કેપ્ટન તરીકે પસંદ કરવા અંગે ચર્ચા કરી હતી તેમજ તેની યુવા ટીમ માટે સચિન, દ્રવિડ અને ગાંગુલીએ ખેલદીલીની ભાવના સાથે જગ્યા ખાલી કરી આપી હતી.
મહેન્દ્રસિંહ ધોની એકદમ શાંત સ્વભાવના હોવાની સાથે પરિસ્થિતી મુજબ નિર્ણય બદલી મેચનું પાસુ પલ્ટવા માટે નિર્ણાયક સાબીત થયો છે. એટલે જ ટીવી કોમેન્ટરો અને ક્રિકેટ વિવેચકો મહેન્દ્રસિંહ ધોની માટે બોલીંગ અને બેટીંગમાં અસાધારણ નિર્ણય કરનાર કેપ્ટન ગણાવતા હતા.
એમ.એસ.ધોનીની નિવૃતિ અંગે સચિન તેડુલકરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સન્યાસ અંગે ખેલાડી પોતે જ જાણે છે કે તેમને કયા સમયે નિવૃતિ લેવી કે નહી આ નિર્ણય ખેલાડીને પ્રોત્સાહીત કરી રહ્યો છે કે નહી ધોનીની નિવૃતિની ચર્ચા કરવા કરતા તેમણે ભારતીય ટીમ માટે આપેલી ઘણી સારી તકોને યાદ કરી માણવાની જરૂર છે.
મહેન્દ્રીસિંહ ધોનીને બાંગ્લાદેશ સામે સૌ પ્રથમ મેચ રમતા સચિન તેંડુલકરે નિહાળ્યો હતો. ત્યારે સચિન અને ગાંગુલી વચ્ચે ધોનીની ટેકનિક વિશેષ ઘણી ચર્ચાઓ કરી તેના બેટ સ્વીંગમાં કંઇક અલગ જ ઝટકો હોવાનું સચિને નિહાળ્યું હતું. આ ધોનીની પ્રથમ ઇમ્પ્રેશન હતી તે ખરા અર્થમાં યોગ્ય ઠરી હતી.
સચિન અનેક વખત વિકેટકીપીંગ કરી રહેલા ધોનીની બાજુમાં પ્રથમ સ્લીપમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો ત્યારે મેચની પરિસ્થિતી અંગે અવાર નવાર બંને વચ્ચે ચર્ચા થતી હતી. તેમાં ધોની હવે પછી શું થશે તે અંગે એક સ્ટેપ આગળ વિચારી પોતે શું કરવું જોઇએ તે અંગે પોતાનું મંતવ્ય વ્યકત કરતો હોવાથી તેનામાં કેટલો પરિસ્થિતી પામવાની આગવી આવડત છે તેનાથી પોતે પ્રભાવિત થયાનું સચિન તેંડુલકરે જણાવી બીસીસીઆઇને એમ.એસ.ધોનીને કેપ્ટન બનાવવા સુચન કર્યુ હતુ. અન્ય કેપ્ટન કરતા ધોની કંઇ રીતે અલગ પડે છે તે અંગે સચિનને પુછાયેલા એક પ્રશ્ર્નના ઉતરમાં તેઓએ જણાવ્યું હતું કે, હું શ્રીકાંત, અઝહર, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્વવિડ અને અનિલ કુંબલે બાદ ધોનીની કેપ્ટનશીપમાં રમ્યો છું ધોની મેદાનમાં ઘણો શાંત રહી મેચની પરિસ્થિતીને સમજીને ત્વરીત નિર્ણય કરવાની તેની સ્ટાઇલ અન્ય કેપ્ટનથી અલગ પડતી હોવાનું કહ્યું હતું. તે તેને ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સાબીત કરી બતાવી આખરી ઓવરમાં મેચનું પાસુ પલ્ટી નાખી પાકિસ્તાનના હોઠ સુધી આવેલો જીતનો કોળ્યો છીનવી ભારતને વર્લ્ડ કપની ભેટ આપી હતી.