ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન્સ પણ હાજર રહી ટીમ ઈન્ડીયા સાથેના પોતાના સંસ્મરણો રજૂ કરશે
વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેતી મહેન્દ્રસિંહ ધોની આ મહિને બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ડે નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી આપે તેવી સંભાવના છે. ૨૨ નવેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચમાં ધોનીને ગેસ્ટ કમેન્ટેટર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રગીત દરમિયાન મેદાનમાં પણ ધોની કેપ્ટન કોહલી અને ટીમના સભ્યો સાથે ઉપસ્થિત રહેશે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ડે. નાઈટ ટેસ્ટ માટે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કહેવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સહમત થયું છે. મેચના શરૂઆતના બે દિવસોમાં ધોની ઉપરાંત ભારતીય ટીમના અન્ય પૂર્વ કેપ્ટન્સ પણ પોતાના અનુભવો શેઅર કરશે.
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ દરમિયાન અગાઉ ૨૦૦૧માં ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા સામે મેળવેલ વિજયનો ઉત્સવ પણ મનાવવામાં આવશે. આયોજન મુજબ ઉત્સવ માટે વીવીએસ લક્ષ્મણ, ગૌરવ ગાંગુલી, હરભજનસિંહ, અનિલકુંબલે અને રાહુલ દ્રવિડને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. એ ઐતિહાસીક ટેસ્ટ વિજયના આ દરેક સહભાગી ખેલાડીઓ પોતાના સંસ્મરણો વાગોળશે.
પહેલીવાર પીન્ક બોલથી મેચ રમાવાની હોવાથી સ્ટાર સ્પોટર્સ પણ મેચના એક દિવસ અગાઉ પિન્સ બોલ સાથે ભારતીય ટીમના પ્રેકિટસ સેશનનું લાઈવ પ્રસારણ દર્શાવશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલા ૩-ટી.૨૦ મેચ રમાશે. જેમાં બાંગ્લાદેશ ૧-૦થી આગળ છે. પ્રવાસી ટીમે દિલ્હી ખાતે ભારતને ૭ વિકેટે હરાવ્યું હતુ ટી.૨૦માં ભારત સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત હતી.