ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટમાં આપેલા તેના અભૂતપૂર્વ યોગદાન બદલ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર પદ્મ ભૂષણ એવોર્ડ માટે નામ પ્રસ્તાવિત કર્યુ છે.  BCCIના એક વરિષ્ઠ અધિકારીઓ આ વાતની પુષ્ટિ કરી છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે પદ્મભૂષણ પુરસ્કારો માટે ફક્ત એક જ નામ મોકલ્યુ છે. જેનુ નામ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે.

ધોનીની વાત કરીએ તો તેની ઉંમર ૩૬ વર્ષની છે. તેણે તેની વન-ડે ક્રિકેટની કારર્કીદીમાં ૩૦૨ મેચ રમી છે. જેમાં તેને ૯૭૩૭ રન બનાવ્યા છે. એન ધોનીએ ૯૦ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૪૮૭૬ રન બનાવ્યા છે. સાથે તેણે ૭૮ મેચ પણ રમી છે. તમે કદાચ જાણતા નહિ હોય કે, ધોનીને આ પહેલા પણ પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેને પદ્મમશ્રીના એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યો છે.

આથી જો ધોનીને પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનીત કરવામાં આવે તો દેશનો ત્રીજો આવો સમ્માનીત નાગરિક બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.