ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 6 મેચોની વનડે સીરીઝની પાંચમી મેચ આજે મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં રમવામાં આવશે. ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં શરૂઆતની 3 મેચો સરળતાથી જીતી. જોકે ચોથી મેચમાં વરસાદની અસર થઇ અને તેના કારણે સાઉથ આફ્રિકા જીતી ગયું. એટલે સીરીઝ અત્યારે 3-1ના સ્કોર પર છે. વિરાટ માટે આ સમયે બે પ્લેયર્સનું ફોર્મ પરેશાની નું કારણ છે, તેઓ છે રોહિત શર્માઅને હાર્દિક પંડ્યા. ધોની વનડેમાં અત્યાર સુધી 9954 રન બનાવી ચૂક્યો છે. જો તે આ મેચમાં 46 રન બનાવે તો તેના 10 હજાર રન પૂરાં થઇ જશે.
સેન્ટ જ્યોર્જમાં ભારત 5 મેચ રમ્યું, પાંચેય હાર્યું
– પોર્ટ એલિઝાબેથનોસેન્ટ જ્યોર્જ પાર્ક વિકેટ અને બેટિંગ માટે સારો માનવામાં આવે છે, પરંતુ ભારતનો રેકોર્ડ અહીંયા સારો નથી.
– ટીમ ઇન્ડિયા આ ગ્રાઉન્ડ પર 1992થી અત્યાર સુધી 26 વર્ષોમાં પાંચ વનડે રમી ચૂકી છે અને પાંચેયમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને તમામ ચાર મેચમાં હરાવ્યું છે અને એક મેચમાં કેન્યાએ હરાવ્યું છે.
– તેની વિકેટ શરૂમાં ફાસ્ટ બોલર્સની મદદ કરે છે. પરિણામે, પહેલા બેટિંગ કરનારી ટીમને શરૂમાં સંભાળીને રમવું પડશે.