આઇપીએલના ૧૧મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક બાજુ પોતાની બેટિંગનો જાદુ ચલાવી રહ્યાં હતાં તો બીજી બાજુ વિકેટની પાછળ તેમનુ પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતુ. આઇપીએલનો રેકોર્ડમાં સામે આવેલા આંકડાઓ મુજબ જો બેટિંગની વાત કરીએ તો ધોની આ વર્ષે ૧૫૫ની સ્ટ્રાઇક રેટથી વિરોધી ટીમના બોલરોને ધોઇ રહ્યો હતો, સાથે જ બીજી બાજુ વિકેટકિપિંગ દરમિયાન વિરોધી ટીમના બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરવામાં પણ તેમણે એક નવો રેકોર્ડ તેમના નામે કર્યો છે.
રવિવારે આઇપીએલ ફાઇનલ દરમિયાન ધોનીએ સનરાઇઝ હૈદરાબાદ સામે રમાયેલી મેચ દરમિયાન કર્ણ શર્માના બોલ પર કેન વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કર્યો. આઇપીએલની ૧૧મી સીઝનમાં આ તેમની ૩૩મી સ્ટ્મ્પ વિકેટ હતી. આ વિકેટ લઇને તેમણે રોબિન ઉથપ્પાને પાછળ છોડી દીધો છે.
ઉથપ્પાના નામે અત્યાર સુધી ૩૨ સ્ટમ્પિંગ નોંધાયેલા છે. આ યાદીમાં ૨૮ સ્ટમ્પિંગ સાથે કલકતત્ નાઇટરાઇડર્સના વિકેટકિપર દિનેશ કાર્તિક ત્રીજા, ૧૮ સ્ટમ્પિંગ સાથે વિદ્ધિમાન સાહા ચોથા, ૧૬ વિકેટ સાથે એડમ ગિલક્રિસ્ટ પાંચમા અને ૧૪ સ્ટમ્પિંગ સાથે પાર્થિવ પટેલ છઠ્ઠા સ્થાન પર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com