ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક દિવસ માટે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાની સીઇઓ તરીકે સંભાળી કામગીરી
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક નવી ભૂમિકામાં નજરે પડ્યા હતા. ધોનીને સોમવારે એક દિવસ માટે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર (સીઇઓ) બનાવવામાં આવ્યા હતા. પુર્વ કેપ્ટન ધોની સોમવારે ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના મુંબઇ સ્થિત કાર્યાલયે પહોંચ્યા હતા અને એક દિવસ માટે કામગીરી સંભાળી હતી.
ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાઇ દેનારા ધોની ફોર્મલ ડ્રેસ અને સીઇઓના અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. સીઇઓના ‚પમાં ધોનીએ કંપનીની તમામ ખાસ મીટીંગોમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે સીઇઓ તરીકેના અમુક મહત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા હતા.
ધોનીના વ્યવસાયિક હિતો જોનારા તેમજ તેમના મિત્ર અ‚ણ પાંડેએ જણાવ્યું હતું કે, ધોનીને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની (ઓએનજીસી) ગલ્ફ ઇન્ડિયાની સાથે જુના સંબંધો છે. ધોની કોર્પોર્ટ સીઇઓ કેવી રીતે કામકાજ કરે છે તે સમજવા માંગે છે. વર્ષ ર૦૧૧માં ધોનીનો આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
જણાવી દઇએ કે ધોની પ એપ્રિલથી શ‚ થનારા આઇપીએલમાં પુણે સુપર જાઇન્ટસ ટીમની કેપ્ટનશીપ સંભાળતા જોવા મળશે. તેમને સ્ટીવ સ્મિથના સ્થાન પર કેપ્ટન બનાવાયા છે.