હાલ સોશ્યિલ મીડિયામાં મજાક એક આદત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોએ સેલીબ્રીટીસ અને ક્રિકેટરોને પણ એક મજાકનું સાધન બનાવી નાખ્યું છે . સોશ્યિલ મીડિયા માધ્યમ એક મજાકનું માધ્યમ બની ગયું છે. છત્તીસગઢમાં એક શિક્ષકની નોકરી માટે ના માની શકાય તેવી અરજી કરવામાં આવી છે. સાંભળીને તમને જરૂર આશ્ચર્ય થશે કે મહેન્દ્રસિંહ ધોનીએ એક શિક્ષકની નોકરી માટે અરજી કરી છે, જે અરજીમાં પોતાના પિતાનું નામ સચિન તેંડુલકર લખાવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે ધોનીનું નામ નોકરી મેટર શોર્ટલિસ્ટ પણ કરવામાં આવ્યું હતું.
ગત શુક્રવારે તેમને ઇન્ટરવ્યુ માટે પણ બોલવામાં આવ્યા હતા પરંતુ તે પોચી શક્યા નહિ, આ બાદ અધિકારીઓને લાગ્યું કે આમ કઈંક ગડબડ છે. છેલ્લે આ અરજી નકલી હોય તેવું સામે આવ્યું હતું. આવી અરજી સમક્ષ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી પણ થઇ રહી છે.
આ અરજીમાં 63 પદ માટે અરજીઓ કરવામાં આવી હતી જેમાં એક ધોનીનું નામ પણ સામેલ હતું . પ્રશાસને આત્માનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે 63 પદ પર ઓનલાઈન અરજીઓ મગાવી હતી, જેમાં અંગ્રેજી સહિત અનેક વિષયો માટે શિક્ષકોની ભરતી થવાની છે. અરજી કરવાની અંતિમ તારીખ 29 જૂન હતી. અંગ્રેજી વિષયના 3 પદ માટે ટીચર્સ ઈન્ટરવ્યુ શુક્રવારે થવાના હતા, જેના માટે પ્રશાસને એપ્લિકેશન કરનાર કેન્ડિડેટ્સનાં નામ શોર્ટલિસ્ટ કરીને વેબસાઈટ પર મૂક્યા હતા, જેમાંથી એક અરજદારનું નામ મહેન્દ્ર સિંહ ધોની સામે આવ્યું છે, જ્યારે તેના પિતાનું નામ સચિન તેંડુલકર હોવાનું ખૂલ્યું છે. અરજીમાં ભરાયેલી વિગત મુજબ, ધોનીએ એન્જિનિયરિંગનો અભ્યાસ BIT દુર્ગ (સીએસવીટીયુ વિશ્વવિદ્યાલય)થી કર્યો છે અને તે રાયપુરનો રહેવાસી છે.
કેન્ડિડેટ્સનું લિસ્ટ વેબસાઈટ પર મૂકવામાં આવતાં જ આ યાદી વાઇરલ થઈ ગઈ. એ બાદ પ્રશાસનમાં હડકંપ મચી ગયો અને ઈન્ટરવ્યુના દિવસે ધોની નામના અરજદારના નંબર પર ફોન કોલ કરવામાં આવ્યો. જોકે તે અરજદારનો નંબર બંધ આવ્યો હતો. એવામાં સવાલ ઊઠી રહ્યા છે કે અંતે પ્રશાસન શું કરી રહ્યું હતું કે તેમની આટલી મોટી ચૂક સામે આવી. શુક્રવારે ધોનીના નામના અરજદાર સહિત કુલ 15 લોકોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા.
કાયદાકીય રીતે અરજી આવ્યા બાદ કેન્ડિડેટ્સનો પૂરો ડેટા ચેક કરવામાં આવે છે. એ બાદ જ નામ શોર્ટલિસ્ટ કરી એને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે, પરંતુ આ સમગ્ર કેસમાં અધિકારી ઊંઘતા ઝડપાયા છે અને જ્યારે કેન્ડિડેટ્સનાં નામની યાદી વાઇરલ થઈ ત્યારે આ સમગ્ર મામલાની જાણ થઈ છે.
આ અંગે વધુ તાપસ હાથ ધરવામાં આવી ત્યારે તેવું સામે આવ્યું હતું કે આ એક નકલી છે અને જેને પણ આ શરમજનક કામ કરેલું છે તેની સામે કડક કાયર્વાહી કરવામાં આવશે.