રણોત્સવની વચ્ચે ધોરડો ટેન્ટસિટીમાં ૩૧મીએ કચ્છમાં પ્રથમવાર યોજાતા સમારોહમાં ખ્યાતનામ કલાકારો હાજરી આપશે: ૨૦૧૯-૨૦માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોનું ૨૩મીએ નોમીનેશન જાહેર કરાશે
કચ્છના સફેદ રણ ખાતે આવેલા ટેન્ટ સિટીમાં યોજાશે ભવ્યાતિ ભવ્ય શો
છેલ્લા થોડાક વર્ષોથી ગુજરાતી ફિલ્મોએ જે ગતી પકડી છે. તેને કારણે અનેક સફળ ગુજરાતી ફિલ્મોએ સીનેમાઘરો ગજવ્યા છે. હેલ્લારો અને રેવા જેવી ફિલ્મોએ તો નેશનલ એવોર્ડ પણ મેળવીને ગુજરાતી ફિલ્મોને સન્માન અપાવ્યું છે.
રાજય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાવિવિધ યોજના અમલી બનાવીને બોલીવુડના નિર્માતા માટે ગુજરાતનાં લોકેશન માટે સીંગલ વીન્ડો પરમીશનની યોજના અમલી બની છે.
૨૦૧૯-૨૦ દરમ્યાન રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોની એન્ટ્રી મંગાવીને તટસ્થ જયુરી દ્વારા તેનું નિરીક્ષણ મૂલ્યાંકન કરીને ખાસ અમદાવાદની જાણીતા ઈવેન્ટ કંપની ‘તીહાઈ-ધ મ્યુઝિકલ પીપલ’ દ્વારા ૩૧મી જાન્યુઆરી કચ્છના રણોત્સવના ટેન્ટ સીટીમાં ભવ્યાતીભવ્ય ડેસ્ટીનેશન એવોર્ડનાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં મુંબઈની જાણીતી ફિલ્મ હસ્તીઓનો કાફલો હાજર રહેશે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વેગ આપવા અભિલાષ ઘોડાના અદભૂત પ્રયાસની ચોમેર દિશાએ પ્રશંસા થઈ રહી છે. ૨૦૧૯-૨૦માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોનું ૨૩મીએ નોમીનેશન જાહેર કરાશે. ફિલ્મોની એન્ટ્રી તા.૯મી સુધી મોકલી શકાશે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધીમાં તટસ્થ નિર્ણાયકો દ્વારા પ્રીવ્યુકરીને ૨૩મીએ નોમીનેશન જાહેર કરાશે.
આગામી ૩૦ અને ૩૧ જાન્યુઆરી કુલ બે દિવસ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા મુંબઈ અને ગુજરાતનાં નામી કલાકારો કસબીઓને લાલ જાજમ બીછાવીને સ્વાગત કરાશે. સમગ્ર આયોજનમાં અભિલાષ ઘોડા સાથે ક્રિએટીવ ડિરેકટર નિર્સગ ત્રિવેદી, કરણ ઘોડા, વિવેક ઘોડા તથા કૃણાલ સોની જેવા સક્ષમ નિર્માણ ટીમ જોડાયેલી છે.
૨૦૧૯-૨૦માં રીલીઝ થયેલી ફિલ્મોનાં ૨૬ જેટલા કલાકારોને પસંદ કરીને શ્રેષ્ઠ સન્માનીત કરવાનું ઐતિહાસિક આયોજન
એવોર્ડ સમારોહના મુખ્ય આયોજક જાણીતા કલાકાર અને નિર્માતા અભિલાષ ઘોડાએ અબતક સાથે વાતચિતમાં જણાવેલ કે ગુજરાતી ફિલ્મોને નેકસ્ટ લેવલ પર લઈ જવા એક પરિકલ્પના ઘણા સમયથી વિચારણા હેઠળ હતી જે ૩૦-૩૧ના રોજ સાકાર થવા જઈરહી છે, તમામનો સહયોગ મળી રહ્યો છે. ખાસ તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સૌ પ્રથમવાર ગુજરાતી ફિલ્મ એકસેલન્સ એવોર્ડ કચ્છના ધોરડો ખાતે આવેલા સફેદ રણના ટેન્ટ સીટી ખાતે યોજાશે જે એક અભૂતપૂર્વ ઘટના છે. તેમ અભિલાષ ઘોડાએ જણાવ્યું હતુ.