યુગ આદ્રોજા એક પાત્રીય અભિનયમાં પ્રથમ અને વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય, હિત અગ્રાવત દુહા-છંદ-ચોપાઈમાં તૃતીય સ્થાને
ધ્રોલની આર્યવ્રત પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વિવિધ રમતો તથા સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ વધે તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે. તા.૮/૮/૨૦૧૯ને ગુરુવારના રોજ જામનગર જીલ્લા કક્ષાની સ્પર્ધા નેશનલ હાઈસ્કુલ ખાતે યોજાઈ હતી. જેમાં અમારી શાળાના કુલ ૧૭ બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાંથી ૧૫ બાળકો વિવિધ ઈવેન્ટમાં પ્રથમ અને બે બાળકોનો દ્વિતીય નંબર આવેલ હતો. ત્યારબાદ ૧૫ બાળકો પ્રદેશકક્ષામાં પાલિતાણા ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લીધો તેમાં પણ વકતૃત્વ અને એક પાત્રીય અભિનયમાં યુગ આદ્રોજા અને દુહા-છંદ-ચોપાઈમાં હિત અગ્રાવતનો પ્રથમ નંબર જયારે લોકવાતોમાં કઠવાડીયા કવન અને નિબંધ લેખનમાં મારવણીયા ઘ્વનીનો ત્રીજો નંબર પ્રાપ્ત થયો હતો.
ત્યારબાદ યુગ અને હિત રાજયકક્ષામાં ગત ૨૬-૨૭/૧૨/૨૦૧૯નાં રોજ રાજકોટ ખાતે યોજાઈ હતી. તેમાં એક પાત્રીય અભિનયમાં આદ્રોજા યુગ નિતેષભાઈ પ્રથમ નંબર, વકતૃત્વમાં આદ્રોજા યુગ મિતેષભાઈ દ્વિતીય નંબર અને અગ્રાવત હિત ગૌતમભાઈ દુહા, છંદ, ચોપાઈમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર શાળા પરિવાર, ધ્રોલ તાલુકા, જામનગર જીલ્લા અને સૌરાષ્ટ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું. યુગ ધો.૪માં અભ્યાસ કરે છે ત્યારે આવી નાની ઉંમરમાં આ બાળકે રાજયકક્ષાના સ્ટેજમાં એકપાત્રીય અભિનય અને વકતૃત્વ કરીને નિર્ણાયકોને નંબર દેવા મજબુર કરી દીધા હતા તેમ શાળાનાં આચાર્ય વિશાલ જીવાણીની યાદીમાં જણાવાયું છે.