50 બોટલ સિરપ સાથે ઝડપાયેલા બે શખ્સોની તપાસમાં ભાંડો ફૂટયો
ધોળકામાંથી બે શખ્સો 50 બોટલ નશાકારક કફ સિરપ સાથે પકડાયા હતા. આ અંગેની એસઓજીની તપાસમાં બાવળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, બે જીઆરડી જવાન સહિત 8 શખ્સોની સંડોવણી બહાર આવી હતી. આઠ આરોપીઓ પૈકી સાત શખ્સોની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી અપાયા છે. જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકા શહેરના પોપટ પરા વિસ્તારમાંથી નશાકારક કફસિરપ વેંચતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ બાબતની તપાસ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને સોંપવામાં આવી હતી
તપાસ કરતા પીએસઆઈ ડી.વી. ચિત્રાએ સઘન તપાસ હાથ ધરતાં તપાસમાં બહાર આવ્યું હતું
બાવળા પોલીસ મથકના કોન્સ્ટેબલ બલવંતસિંહ કાળુભાઇ ચૌહાણ, સુરેશભાઈ ઘેલાભાઈ ભરવાડ, બાવળા પોલીસ મથકમાં જીઆરડી (બાવળા નગરપાલિકાનો ફાયરનોકર્મચારી) સંદીપભાઈ ઉર્ફે લાલો ગોવિંદદાસ સાધુ, જીઆરડી બાવળા પોલીસ સંજયભાઈ દિલીપભાઈ ખાંભલીયા, ચાની કીટલીવાળો-
ભવાની ઉમેદસીંગ કાઠીયા, જીગ્નેશભાઈ અમરીશભાઈ મેટાલીયા, રવિરાજસિંહ મહિપતસિંહ જાદવની ધરપકડ કરવામાં આવી છે. જયારે સર્વેશરાય રામકિશોર રાય રહે. મધ્યપ્રદેશની શોધખોળ હાથ ધરી છે.