વેદાંતા-ફોક્સકોને રૂપિયા 1.50 લાખ કરોડથી વધુના કરારો કર્યા !!!

ઉત્પાદન યુનિટ ઊભા કરવા માટે જે પ્રથમ 200 એકર જગ્યા ખરીદશે તેને 75 ટકા સબસીડી આપવામાં આવશે !!!

અર્થવ્યવસ્થા ને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દરેક ક્ષેત્રને વિકસિત બનાવી રહ્યું છે ત્યારે વિદેશી દેશો પરની નિર્બળતા ઘટાડવા માટે સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. સેમિકન્ડક્ટર યુનિટ મલે છેલ્લા ઘણા સમયથી અનેકવિધ મુદ્દાઓ ઉઠી રહ્યા છે અને તેના હાલ જો વાત કરીએ તો ભારત સેમિકન્ડક્ટર યુનિટ વિદેશના અન્ય દેશો પાસેથી તેની આયાત કરતું હતું પરંતુ દેશ માટે સારા સમાચાર એ છે કે અમદાવાદ પાસે આવેલા ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર યુનિટ ઉભા કરવામાં આવશે જેમાં વેદાંતા ફોકસકોન સંયુક્ત રીતે દોઢ લાખ કરોડનું રોકાણ કરશે.

ગુજરાત માટે મહત્ત્વના ગણાતા વેદાન્તા- ફોક્સકોન કંપનીના સેમિકન્ડક્ટર ચિપ્સ ઉત્પાદનના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ધોલેરા ખાતે લેન્ડ પાર્સલ તૈયાર રાખ્યું છે. કંપનીએ સાણંદ અને ધોલેરા પૈકી ધોલેરાની પસંદગી કરતા ગુજરાત સરકાર દ્વારા 700 એકર જમીન ફાળવવાની તૈયારીઓ કરી છે. હાલ આ જમીન નિર્ધારીત કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટ શરૂ થતાંની સાથે ધોલેરા સેમિકન્ડક્ટર સિટી બનશે. વેદાન્તા-ફોક્સકોન કંપની દ્વારા 1.54 લાખ કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સપ્ટેમ્બર 2022માં ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા હતા.

કંપની દ્વારા અગાઉ આ પ્લાન્ટ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે પણ વાટાઘાટો કરી હતી પરંતુ આખરે તેમણે ગુજરાત ઉપર પસંદગી ઉતારી છે ત્યારે કંપનીને પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા તમામ મદદ કરવામાં આવી રહી છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદન માટે 700 એકર જમીન ઇયરમાર્ક કરી દેવામાં આવી છે. આ જ પોકેટમાં એન્સિલરી કંપનીઓને પણ જમીન અપાશે. પ્લાન્ટ માટે અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અને જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવા સૂચના આપવામાં આવી છે.

વેદાન્તા- ફોક્સકોન કંપનીના સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળ્યાં પછી ગુજરાત સરકાર દ્વારા જમીન ફાળવણીના સત્તાવાર આદેશ કરાશે. તે પછી શક્ય તેટલી ઝડપથી જમીન કંપનીને હસ્તાંતર કરાશે. આ જમીન નક્કી કરી દેવાઈ છે. 1.54 લાખ કરોડના મૂડીરોકાણ ઉપરાંત અહીં એક લાખ લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું છે કે જે પોલિસી હેઠળ ઉત્પાદન કરતા યુનિટો 200 એકર જગ્યા પ્રથમ તબક્કામાં ખરીદશે તેને 75 ટકા સબસીડી પણ આપવામાં આવશે.

બીજી તરફ પ્રથમ પાંચ વર્ષ માટે જે પ્રોજેક્ટને માન્યતા મળશે તેને ₹12 પ્રતિ ક્યુબિક મીટર ના દર ઉપર સારી ગુણવત્તા વાળું પાણી પણ આપવામાં આવશે. સરકારનો મુખ્ય લક્ષ્ય અને હેતુ એ છે કે વધુને વધુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે અને તે દિશામાં તેઓને આગળ પણ વધારાઇ અને જરૂરિયાત મુજબની સહાય પણ પૂરી પાડવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.