વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યા પછી ધોળાવીરાને વધુ એક સિધ્ધિ હાંસલ થઈ : ધોળાવીરાએ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે
વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યા પછી ધોળાવીરાને વધુ એક સિધ્ધિ હાંસલ થઈ છે. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાની આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ નોંધ લેવાઈ છે. ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટમાં ધોળાવીરાનું સ્થાન વર્લ્ડ એટલાસ તરીકે તાજેતરમાં અજાયબીઓની યાદીમાં જાહેર કરાઈ છે.
ગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું. આ પુરાતત્ત્વીય સ્થળની શોધ પ્રથમ વખત 1967 માં થઈ હતી. 1990 બાદ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. 1967-68ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. 27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.
ધોળાવીરા વિશે વિશેષ
- ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે
- ગુજરાતમાં કચ્છમાં ભચાઉ નજીક ખદીર બેટમાં આવ્યું છે ધોળાવીર
- સિદ્ધુ ખીણ સંસ્કૃતિના સૌથી મહત્વનું કેન્દ્ર છે ધોળાવીરા
- સિંધુ નદીના કાંઠે ઇ.સ. પૂર્વ 2600થી 2100 સિદ્ધુ સંસ્કૃતિનો વિકાસ થયો હતો
- સિંધુ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકસી હતી
- ભારતમાં સિંધુ સંસ્કૃતિના સૌથી મોટું કેન્દ્ર છે ધોળાવીરા
- ધોળાવીરા 54 એક વિસ્તારમાં ફેલેયાલું છે
- સદીઓ પહેલા ધોળાવીરા આધુનિક શહેર હતું
- તેમની પ્લાનિંગ અને વ્યવસ્થા વિશ્વની સૌથી આધુનિક વ્યવસ્થા કહેવાય છે
- આજના ટાઉન પ્લાનિંગને ટક્કર મારે તેવું પ્લાનિંગ હતું સિંધુ સંસ્કૃતિનું
- 1989માં ધોળા વીરા શહેરના ભારતીય આર્કોલોજીકલ વિભાગે શોધ્યું હતું
- ધોળાવીરામાં લોકો તે સમયે મેસોપોટેમિયા, મિસ્ર સાથે વેપાર કરતા હતા
- હડપ્પન સંસ્કૃતિની મહો-જો-દડો પછીની ધોળાવીરા મોટી સાઇટ છે
- ધોળાવીરાના ખનનમાં હાડકા, સોનુ, ચાંદી,વાસણ વગેરે મળી આવ્યા છે
- ધોળાવીરા જે લીપી મળી આવી છે આજે પણ વણઉકેલાયેલી છે
- ધોળાવીરાના લોઅર ટાઉન અને મીડલ ટાઉન એમ બે રીતે ભાગ પડે છે
- ધોળવીરામાં એક્રોપોલીસ એરિયા હતો જેમા રાજા રહેતા હતા
- મીડલ અને લોઅર ટાઉનમાં વેપારીઓ અને સ્થાનિક પ્રજાજનો રહેતા હતા
- ઉત્તમ ટાઉન પ્લાનિંગ અને સભ્યતાનું મોટું ઉદાહરણ હતું ધોળાવીરા