પૂર્વ કચ્છમાં આવેલા વિખ્યાત હડપ્પન શહેર (સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ) ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલી આપ્યું છે. જો યુનેસ્કોની મહોર વાગશે તો એકાદ-બે વર્ષમાં જ ધોળાવીરા ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બની શકે છે.
મળતા સમાચાર મુજબ કચ્છના ધોળાવીરાનો ફેંસલો થશે ચીનમાં વર્લ્ડ હેરિટેજ કમિટીનું 44 મું સત્ર કુઝો ( ચાઇના )ના અધ્યક્ષ સ્થાને યોજાશે. ઓનલાઇન યોજાનાર આ સત્રમાં હાલના કામ અને ગત વર્ષથી બાકી રહેલા મુદ્દાઓને જોડીને 16 થી 31 જુલાઇ સુધી કામગીરી કરાશે. જેમાં ધોળાવીરાની સાથે તેલંગણાના રામપ્પા મંદિરનો ફેંસલો પણ થશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ જ સત્રમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દેવામાં આવશે.કચ્છના રણદ્વીપ ખડીરમાં આવેલા ધોળાવીરા ઇ.સ. પૂર્વે 3000થી 1800 વચ્ચે જાહોજલાલી માણી રહ્યું હતું.
ધોળાવીરા તેની નગરરચનાને કારણે તેના સમકાલિન તમામ નગરો કરતા વિશિષ્ટ છે. આ શહેરમાં પાણીની વ્યવસ્થા તથા 3 ભાગમાં વહેંચવામાં આવેલા નગર તરીકે જાણીતુ છે. ભારત સરકારે ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળની સંભવિત યાદીમાં તો સ્થાન આપ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે જ ભારત સરકારે યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇ્ટસમાં સામેલ કરવા ધોળાવીરાની સાથે દક્કન સલ્તનતના સ્મારક એમ બે નામ મોકલ્યા છે. જેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.