- કુમકુમના પગલા પડયાં, માડીના હેત ઢળ્યાં… જોવા લોક ટોળે વળ્યા રે… માડી તારા આવવાના એંધાણા મળ્યાં…
- પરંપરાગત અને પૌરાણિક, પ્રાચિન રાસ-ગરબા સાથે ગીત સંગીત અને ભારતીય સંસ્કૃતિ તથા ગુણવંતી ગુજરાતની ગરીમાને ગૌરવવંતી બનાવશે ધોળકીયા સ્કુલની બાળાઓ: ‘અબતક’ ના માઘ્યમથી પ્રવૃતિને ઉજાગર કરાઇ
ધોળકીયા શાળા પરિવાર દ્વારા પરંપરાગત અને પૌરાણિક પ્રાચીન રાસ ગરબા તા. 26-9 થી 4-10 સુધી યોજાનાર છે ત્યારે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા, દિનાબેન આડેસરા, નેહલબેન ગાંધી, કોમલબેન શાહ, માહિકૌર માન વિગેરેએ વિશેષ વિગતો આપી હતી. મા આદ્યશકિતની ભકિત મા નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી માં અંબા નવદુર્ગાના વધામણા કરવા ધોળકીયા શાળા પરિવાર થનગની રહ્યો છે. ધોળકીયા સ્કુલની ભવ્યાતિભવ્ય પ્રાચીન ગરબીના ગરબા નિહાળવાનો લ્હાવો છેલ્લા દસકાથી જી.કે. ધોળકીયા સ્કુલને આંગણે ચાચર ચોકમાં લઇએ છીએ.
ધોળકીયા સ્કૂલ્સ રાજકોટ તેના વિઘાથીઓમા શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને કુશળ નેતૃત્વના ગુણો વિકાસવવામાં ગુજરાતભરમાં ખ્યાતનામ છે જ સાથે સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મહાનત્તમ ધાર્મિક ઉત્સવ સ્વરુપ મા નવદુર્ગાના પ્રાચીન રાસ ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરી બાળકોની અંદર વિઘાર્થીકાળથી જ સંસ્કૃતિ પ્રેમ, દેશપ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરી છેલ્લા દસ વર્ષથી આ બાળ માનસને ધર્મ અને ભારતની પરંપરાગત સંસ્કૃતિ તરફ અભિમુખ કરી રહી છે. જેના ભાગરુપે ધોળકીયા સ્કૂલ્સની બાળાઓ માતૃવંદના કરવા મા ના ગુણલાં ગાવા અને રાજી કરવા થનગની રહી છે.
દાંડીયા, કરતાલ, બેડાં, દીવડાં, ટિપ્પણી, ખંજરી, મંજીરા, તલવાર, ત્રિશુલ ઘડા, 108 દિવા, ખંજરી, લહેરીયા, રુમાલ, વિંઝડા, ઘંટ, થાળી, ચુની, માંડવી અને અન્ય વિવિધ સાધન- સામગ્રી વડે મા અંબાની ભકિત કરી, ગુણગાન ગાઇ માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસો કરાય છે.
ગરબે ઘુમતી, રૂમરૂમ કરતી, ઝાંઝર ઝમકાવતી, દિવડા પ્રગટાવતી અને મા નવદુર્ગાના શકિતસ્વરુપના ગુણલાં ગાતી સાક્ષાત જગદંબા સ્વરુપા ધોળકીયા સ્કૂલ્સની બાળાઓ જયારે સંપૂર્ણ મર્યાદા સાથ મા ની ભકિતમાં અને સુમધુર સંગીતના તાલે તાલ મિલાવી ભારતીય ભાતીગળ વેશભૂષામાં સજજ બની મંચસ્થ થઇ મા આદ્યશકિતની સ્તુતિ, આરતી, વંદના અને મા અંબા જગદંબના ગુણગાન ગાવા માટે માના વિવિધ રૂપ, ગુણ, સૌદર્ય અને મા ના પરાક્રમોના પ્રશંસાત્મક પ્રાચીન ગરબા વડે સુમધુર સંગીતના સથવાર, તાલબઘ્ધ, વૈવિઘ્ય સભર કૃતિઓ પીરસશે ત્યારે નવલાં નવરાતની દરેક રાતમાં આદ્ય શકિતને રીઝવવાનું અનોખું પર્વ બની રહેશે. જેને નિહાળવું, અનુભવવું, માણવું એ પણ એક અમૂલ્ય લ્હાવો હશે.
છેલ્લા નવ વર્ષથી ધોળકીયા સ્કુલ્સ શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં બાળાઓ હોશે હોંશે ભાગ લઇ રહી છે.
દરેક વર્ષે આ પ્રાચીન ગરબીનું આયોજન કોઇ દિવાલ બંધ પાર્ટી, પ્લોટ કે પટાંગણમાં ટિકીટ કે એન્ટ્રી ફ્રી લઇને નહીં પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે.
ધોળકીયા શાળા પરિવારનું એક સપનું આપણી પૌરાણિક અને પ્રાચીન પરંપરાઓની માવજત અને સંસ્કૃતિની મહિમા તથા તેનું જતન થઇ શકે અને આવનારી પેઢીઓ આપણી આ મહાનતમ સંસ્કૃતિથી અવગત થાય એવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
ધોળકીયા સ્કુલ્સ રાજકોટના પ્રાચીન રાસ ગરબાને નિહાળવા રાજકોટ આખામાંથી માનવ મહેરામણ જાણે ઉમટી પડે છે. જેની નોંધ લઇ આયોજકો દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનું આયોજન દરેક વર્ષે હોય છે પરંતુ કહેતા ગૌરવ થાય છે કે ચાલુ વર્ષે સમગ્ર દુનિયા અમારા આ મહોત્સવમાં જોડાયને ‘મા’ શકિતની આરાધના કરશે.
સુમધુર સંગીતનો સથવારો સાંપડશે એસ. ભાસ્કર અને તેમની સમગ્ર ટીમનો જેમાં કુમારભાઇ પંડયા, કેતનભાઇ ટાટમીયા, ધરાબેન માંકડ અને પુજાબેન પોતાના સુરીલા સ્વર દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરશે જયારે કી બોર્ડ પર ભાસ્કરશિંગાળા અને હિતેશ ગૌસ્વામી પોતાની કલા પીરસશે. રિધમમાં સેવા આપશે આશિષ ગોસાઇ, રાજેશ લીંબચિયા, કેયુર બુઘ્ધદેવ અને જનકભાઇ વ્યાસ
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા મીતુલભાઇ ધોળકીયા, ધવલભાઇ ધોળકીયા, વિરલભાઇ ધોળકીયા પોતાની દુર્દશિતાથી સુંદર સંચાલન કરી રહ્યાં છે. તો સાથે મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઇ ધોળકીયા પ્રિન્સીપાલ તથા મેનેજમેન્ટ ટીમને પ્રોત્સાહીત કરી કાર્યક્રમને મળનારી સફળતા બદલ આગોતરો રાજીપો વ્યકત કરે છે. સુમધુર સંગીતના સથવારે થનાર આ નવરાત્રી મહોત્સવને તા. 26-9 થી 4-10 સુધી દરરોજ રાત્રે 9 થી 1ર નિહાળવવા શાળાના ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ધોળકિયા સ્કૂલ શ્રેષ્ઠ અભ્યાસની સાથે સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવશે
ધોળકિયા સ્કૂલ બધાનાં સહકારથી પ્રાચીન ગરબીમાં આપણી પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ગરબીનાં દર્શન કરાવશે. શક્તિ, શ્રદ્વા અને ભક્તિની ઝાંખી કરાવશે આ પ્રાચીન ગરબી. ભણતરની સાથે સાથે બાળકોનાં જીવનમાં અનેક સાથિયા અને દીવડા પ્રગટાવશે પ્રાચીન ગરબી. જેનાં શબ્દમાં દેવોની ખરી આરાધના થતી હોય તેવી પ્રાચીન ગરબી. સ્ત્રી શક્તિનું માન-સન્માન વધે તેવી પ્રાચીન ગરબી. ‘શક્તિની ભક્તિ’ તથા ભારતીય સંસ્કૃતિની ધરોહરનું બાળાઓ. ભારતીય સંસ્કૃતિનું જતનએ જ ધોળકિયા સ્કૂલ્સની પરંપરા છે.
પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ગરબીના દર્શન કરાવશે. જૂના ગરબાને પણ રજૂ કરતી તેનું પુણ્યસ્મરણ કરાવતી ગરબી એટલે પ્રાચીન ગરબી. સૂર-સંગીત-સંસ્કારિતાને વરેલી અમારી ધોળકિયા પ્રાચીન ગરબી જેમાં એક સમયના કલાક્ષેત્રના મહાનુભાવોના માર્ગદર્શન નીચે તૈયાર થયેલા માત્ર હાથ તાળી, દાંડીયા કે અવાજ નહીં પરંતુ સાક્ષાત માતા સ્વરૂપનો ચહેરા પર ભાવ દર્શન કરાવે તેવી દીકરીઓની કલાને જરૂર નિહાળો. ચાર વેદ સાથે પાંચમો વેદ છે. નાટ્યવેદ તેમાં પ્રથમ સ્થાન રંગભૂમિ પર થતા રાસ-ગરબા અને તેનું ભવ્ય દર્શન એટલે ધોળકિયા સ્કુલ પ્રાચીન નવરાત્રી મહોત્સવ.