નજીવી બાબતે 16 સ્થળે મારામારી: પાંચ મહિલા સહિત 22 ઘવાયા
કલર ઉડાડવાના, મકાન પાસે ગોકીરો કરવા, શેરીમાં કાર પાર્કીંગ, રિક્ષામાં પૈસેન્જર, પૈસાની ઉઘરાણી અને મશ્કરી કરવા જેવી સામાન્ય બાબતે ધોકા-પાઇપથી હુમલો થયા
શહેરમાં હોળી-ધૂળેટીના તહેવાર દરમિય્ન કલરની સાથે સાથે ધોકા અને પાઇપ ઉડયા છે. કલર ઉડાવા, મકાન પાસે ગોકીરો કરવા,શેરીમાં કાર પાર્કીંગ, પૈસાની ઉઘરાણી અને મશ્કરી કરવા જેવી સમાન્ય બાબતે 16 સ્થળે મારામારીના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ધોકા-પાઇપથી થયેલી મારામારીમાં પાંચ મહિલા સહિત 22 ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નાણાવટી ચોક પાસે આવેલા નંદનવન આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી લક્ષ્મીબેન હકાભાઇ વાળા નામની યુવતી પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતા શૈલેષ નટુ ઝાલા, તેના મમ્મી, ભાવીની શૈલેષ, તેની બહેન ભાવનાએ હોળી રમતા હતા ત્યારે ગોકીરો કરતા હોવાથી તેને ગોકીરો કરવાની ના કહેતા ધોકા અને પાઇપ મારી કપડા ફાડી નાખી નિર્લજ્જ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સાધુવાસવાણી રોડ પર રહેતા જયદીપ કેતન સિસોદીયાને નટરાજનગર આવાસ યોજના કવાર્ટર પાસે હતો ત્યારે રાહુલ કનુ ચાવડાને ગાળો બોલવાની ના કહેતા ધોકા-પાઇપ મારી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી દીધાની જ્યારે નટરાજનગરમાં રહેતા રાહુલ કનુભાઇ ચાવડાએ જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની જયદીપ સિસોદીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા કિશનભાઇ અમરશીભાઇ વાઘેલા પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા સંજય બાબુ પરમાર અને ધમો કાળુ સોલંકીએ સાઇડમાં ઉભા રહેવા જેવી નજીવી બાબતે ઝઘડો કરી લાકડાના ધોકા માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સંજય બાબુ પરમારે મયુર મનોજ સિલાવાડીયા, મનોજ સિલાવાડીયા, કિશન વાઘેલા અને બાવલો ઉર્ફે રમેશ નામના શખ્સોએ છરી માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે રહેતા અફરોઝબેન ઇસ્માઇલ આરબીયાણી પોતાના ઘરે હતા ત્યારે પાણીના જગ લેવા આવેલા વિજય ઉર્ફે કાળીયો સોલંકી નામના શખ્સે પાણીના જંગ અંગે ઝઘડો કરી અફરોઝબેન અને તેના પુત્રને ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગર રોડ પર આવેલી વોરા સોસાયટીમાં રહેતા તેજસ મહિપતદાન વીઠું પોતાનુ વાહન લઇને પુષ્કરધામ રોડ પર જતા હતા ત્યારે પદ્યુમન હાઇટ પાસે જી.જે.03બીયુ. 2633 નંબરની ઓટો રિક્ષાના ચાલકે કેમ કાવો માર્યો કહી લોખંડના પાઇપથી માર માર્યાની હતા તે દરમિયાન અન્ય બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પણ પાઇપથી માર માર્યાનુ ફરિયાદમાં જણાવ્યું છે.
અંબિકા ટાઉનશીપમાં રહેતા સાવન જયસુખભાઇ ગોહિલ પોતાના ઘર પાસે હતા ત્યારે ગોવિંદ પાટીલઅને તેના ભાઇ વિશાલ પાટીલે મજાક મશ્કરી કરવાના પ્રશ્ર્ને ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.પુનિતનગરમાં રહેતા યશભાઇ રસિકભાઇ બકરાણીયા પુનિતનગર પાણીના ટાંકા પાસે હતા ત્યારે સુરેશ તેજા સિસા અને લાડુ નામના શખ્સોએ પૈસાની ઉઘરાણી કરી છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.નાના મવા રોડ પર નહેરુનગરમાં રહેતા ભાવનાબેન જીલુભાઇ કુંભારવાડીયા પોતાના ઘરે હતા ત્યારે કૌૈશિક અને તેના પિતા તેમજ સંબંધીએ પુત્ર સાથે ઝઘડો કરવાની ના કહી છુટા પથ્થના ઘા માર્યાની અને કારમાં નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા સોનલબેન શન્નીભાઇ સરવૈયા પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા ગોવિંદ ભીખા સરવૈયા તેના ફળીયામાં કલર ઉડાડવાના પ્રશ્ર્ને ઝઘડો કરી લોખંડનો દસ્તો માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.નહેરુનગરમાં રહેતા વિરભૂષણ કાંતીભાઇ ત્રિવેદી પોતાના ઘરે હતા ત્યારે કરણ બોરીચા અને પથ્થુભા તેની સાથે હોળી રમવાના પ્રશ્ર્ને ગુપ્તીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.જામનગર રોડ પર રહેતા મનિષ ગોવિંદભાઇ સોલંકી માધાપર ચોકડી પાસે પોતાની ઇક્કો કારમાં પેસેન્જર બેસાડી રહ્યા હતા ત્યારે પડધરીના મોટા રામપર ગામના જયંતીભાઇ ભોજાણી નામના ઇક્કો ચાલકે પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો કરી છરીથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ખોડીયારપરામાં રહેતા જોરાબેન ફકીરામહંમદ બ્લોચ અને તેમના સંબંધી નુરમહંમદ હરીહર ચોકમાં રિક્ષા ભાડાના પ્રશ્ર્ને સોયેબ ઉર્ફે અસલ્મ શમા નામના શખ્સે છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.શિતલપાર્કમાં રહેતા હરેશ બહાદુરભાઇ સાડમીયા નામના યુવાનને કણકોટ ગામના કમલેશ ભીખા વાઘેલા અને વનરાજ ભીખા વાઘેલાએ મકાનના પૈસા લેવા બાબતે ઝઘડો કરી પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.વાલ્કેશ્ર્વર સોસાયટીમાં રહેતા કાળુભાઇ રત્નાભાઇ ગોહિલ અને તેમના પત્ની લાભુબેન કાળુભાઇ ગોહિલ પોતાના ઘરે હતા ત્યારે બાબો ભરવાડ, મુકેશ ભરવાડ અને અમિત નામના શખ્સોએ સામુ જોવાના પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા અને પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.