28 ડિસેમ્બર, 1932 ના રોજ નાના ગામમાં જન્મેલો નાનો છોકરો કોઈ સામાન્ય ન હોતો. તેમની આંખોમાં કંઇક અલગ કરવાનું હતું, કંઈક નવું કરવાની ઈચ્છા તેને બાળપણથી જ હતી અને તેણે આ સ્વપ્ન તેના પોતાના દમ પર સાકર કર્યું.
એવું કહેવામાં આવે છે કે જો આપણે મનમાં કઈક કરી બતાવવાનો નિર્ણય કર્યો હોય અને તે સપન પૂર્ણ કરવાની હિંમત હોય, તો વિશ્વની કોઈ તાકાત તમને તે કરવાથી અટકાવી શકશે નહીં. ધીરુભાઈ અંબાણીએ સાબિત કર્યું અને 100 ટકા પૂર્ણ કર્યુ. 28 ડિસેમ્બર, 1932 ના રોજ નાના ગામમાં જન્મેલો નાનો છોકરો કોઈ સામાન્ય ન હોતો. તેમની આંખોમાં કંઇક અલગ કરવાનું હતું, કંઈક નવું કરવાની ઈચ્છા તેને બાળપણથી જ હતી અને તેણે આ સ્વપ્ન તેના પોતાના દમ પર સાકર કર્યું.
ધીરજલાલ હિરાચંદ અંબાણી ધીરુભાઈનું પૂરું નામ હતું. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. હાઇ સ્કૂલ પછી તેઓએ અભ્યાસ છોડી દીધા હતો. અભ્યાસ છૂટ્યા બાદ તેને પરિવારની જિમ્મેદારી પોતાને માથે લઈ લીધી પૈસા કમાવવા માટે તેને નાના મોટા કામ શરૂ કર્યા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ધીરુભાઈ અંબાણી રિલાયન્સની શરૂઆત માત્ર રૂ 1,000માં આકરી હતી, જે હવે રૂ 6 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારેની આ કંપની થઈ ચૂકી છે વર્ષ 1977 માં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ વાર આઈપીઓ રજૂ કર્યો હતો. વર્ષ 1991 માં રિલાયન્સે પ્રથમ વખત રિફાઇનરી સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. તે પછી કંપનીએ દેશમાં તેનું નામ સતત કમા્યું છે.
રિલાયન્સે માત્ર 600 રૂપિયામાં મોબાઇલ ફોન લોન્ચ કર્યો હતો. એટલું જ નહીં, કોલ ઓફર ફક્ત 15 પૈસા પ્રતિ મિનિટમાં આપવામાં આવી હતી. તે સમયે ટેલિકોમ ઉદ્યોગ સરકારી કંપની બીએસએનએલ, એરટેલ, વોડાફોન (હચ), આઈડિયા, ટાટા, એરસેલ, સ્પાઇસ અને વર્જિન મોબાઇલમાં હાજર હતા. ધીરુભાઇ અંબાણીએ કહ્યું હતું કે લોકોનો પોસ્ટકાર્ડ કરતાં ઓછા ખર્ચમાં લોકો સાથે વાત કરવા માટેનો તેમનો હેતુ છે.