- “ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી “હવે “ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી” તરીકે ઓળખાશે
- ખાનગી યુનિવર્સિટીને મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે
ગુજરાત ન્યૂઝ : “ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી”હવે “ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી” તરીકે ઓળખાશે . આ સુધારા થકી ભવિષ્યમાં આ ખાનગી યુનિવર્સિટીને મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યુ હતું . આ સુધારા વિધેયકનો અમલ મૂળભૂત શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ કરી આજના વિકસતા અર્થતંત્ર સાથે કદમ મિલાવી સફળતાના શિખર સર કરશે.
ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (સુધારા) વિધેયક, ૨૦૨૪ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું કે, ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તા.૧લી મે ૨૦૦૩થી કાર્યરત છે. આ ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૩ના મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા ટેલિકોમ્યુનિકેશન સેક્ટર માટે ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી(ICT)માં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને માહિતી ટેકનોલોજી માટે રાષ્ટ્રનિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવાનો છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)–2020એ શિક્ષણના તમામ તબક્કે હોલીસ્ટીક અભિગમ સાથે ગુણવત્તાયુક્ત, ટેક્નોલોજીસભર અને ભારતીય પ્રાચીન શિક્ષા પ્રણાલીને પ્રસ્તુત કરે છે. એટલું જ નહિ, યોગ્ય એક્રેડિટેશન સાથે સંશોધન અને શિક્ષણ આધારીત સંસ્થાઓ ડેવલપ થઈ શકે અને તેના દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું પ્રદર્શન શ્રેષ્ઠ બને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ નો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના ઉદ્દશો સાથે સુસંગત વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ અને સંશોધનની તકો પ્રદાન કરવા સક્ષમ છે અને દેશના સૌથી પ્રગતિશીલ અને વિકસિત રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ખાનગી યુનિવર્સિટીના અધિનિયમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મુળ કાયદાની કલમો અંતર્ગત યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય વિવિધ શાખાઓમાં શિક્ષણ, સંશોધન અને તાલીમને આગળ વધારવા માટે વિવિધ ક્ષેત્રોને (સાયન્સ, ટેક્નોલોજી ઇન્ક્લુડીંગ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, એન્જીનિયરીંગ, ગેસ, ઓઈલ, માઈનીંગ, એનર્જી, એન્વાયરમેંટ, સસ્ટેનેબીલીટી, મેડિકલ સાયન્સ, હેલ્થકેર, ડેન્ટલ, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરામેડિકલ, ફાર્મસી, કોમર્સ, મેનેજમેન્ટ, લો, હ્યુમેનિટીઝ, લીટરેચર, સોસિયલ સાયન્સ, પોલિટિકલ સાયન્સ, ઈકોનોમિક્સ, એજ્યુકેશન, આર્કિટેક્ચર, અર્બન પ્લાનીંગ, ડિઝાઇન ઈન્ક્લુડીંગ ફેશન ડીઝાઈનીંગ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, પર્ફોર્મિંગ આર્ટ્સ, કોમ્યુનિકેશન, માસ મિડિયા, ફિલ્મ, ડ્રામા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ, જર્નાલીસમ, સ્પોર્ટ્સ, ડેરી, અનિમલ હસબંડરી, એગ્રીકલ્ચર, ફાર્મીંગ, હોર્ટીકલ્ચર, ફોરેસ્ટ્રી, ફિશરીઝ, સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એની અધર ફિલ્ડ એન્ડ/ઓર એજ્યુકેશનલ ડિસિપ્લીન એન્ડ ઈન્ટરડિસિપ્લીનરી એરીયાસ એક્રોસ ફિલ્ડ્સ / ડિસિપ્લીન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ મેનકાઇંડ) ઉમેરવામાં આવેલ છે. વ્યવસ્થાપન, કાયદો સહિતની વિવિધ શાખાઓમાં શિક્ષણ, સંશોધન અને તાલીમને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે મુળ કાયદાની કલમ ૪, ૬ અને ૧૪માં સુધારો કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં આ ખાનગી યુનિવર્સિટીને મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ યુનિવર્સિટી (MERU)માં રૂપાંતરિત કરવા માટે વ્યાપક બની રહેશે.
આ સુધારો શિક્ષણ પ્રણાલીમાં આંતરશાખાકીય અભ્યાસક્રમો/સંશોધન/તાલીમ, ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ(CBCS) અને NEP 2020 હેઠળની અન્ય સુવિધાઓ સહિતની સુગમતા પ્રદાન કરવા માટે પ્રસ્તાવિત કરવામાં આવેલ છે. વધુમાં, આ વિધેયક મારફતે મુળ કાયદાની કલમો કે જેમાં “ઇન્સ્ટીટ્યુટ” અને “ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી”નો ઉલ્લેખ થયેલો છે તેની જગ્યાએ “યુનિવર્સિટી” શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તે ઉપરાંત મુળ કાયદાની કલમ ૨(દ) પછી ખંડ ૨(ધ) “યુનિવર્સિટી એટલે કલમ (૩) હેઠળ સ્થપાયેલી ધીરૂભાઇ અંબાણી યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત” ઉમેરવામાં આવ્યો છે. વધુમાં, “ડાયરેક્ટર” શબ્દની જગ્યાએ “ડાયરેક્ટર જનરલ” શબ્દ મુકવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી/વિભાગો/સંસ્થાઓ/કેન્દ્રોના ડાયરેક્ટરની નિમણૂક અંગેની જોગવાઇ કલમ ૧૯(ક) તરીકે ઉમેરવામાં આવેલ છે. આમ, ઉપરોક્ત વિધેયક ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (સુધારા) વિધેયક, ૨૦૨૪ દ્વારા નિશ્રિત ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે કાયદામાં જરૂરી સુધારા સૂચવે છે. આ સુધારાનો અમલ કરીને ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક તેમજ કાયદાકીય જોગવાઇઓ અનુસાર તેમની કામગીરીનું યોગ્ય નિયમન થઇ શકશે.
આ બિલ પસાર થતાં આ યુનિવર્સિટી “ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી”ની જગ્યાએ “ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી” તરીકે ઓળખાશે અને તેનું કેમ્પસ ગાંધીનગર રહેશે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી(સુધારા) વિધેયક, ૨૦૨૪નો અમલ મૂળભૂત શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ કરી આજના વિકસતા અર્થતંત્ર સાથે કદમ મિલાવી સફળતાના શિખર સર કરશે.