ગાંધીધામમાં બાબા બાગેશ્વર ધામ સેવા સમિતીના ઉપક્રમે યોજાનાર દિવ્ય દરબાર સત્સંગના દિવ્યાતિદિવ્ય આયોજનને લઈને આયોજકો દ્વારા પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ કાર્યક્રમની રૂપરેખા, વ્યવસ્થાઓ અંગે સૌને માહીતગાર કરાયા સનાતની સંસ્કૃતિને વધુ મજબુત બનાવવાની દીશામાં તથા ભારતીય સંસ્કૃતીના મુળ સંસ્કારોને વધુ દૈદિપ્યમાન બનાવવાના હેતુસર ગાંધીધામ ખાતે આગામી 26મીથી બાગેશ્વર ધામના પુ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબારનું ભવ્ય આવોજન પ્રથમ જ વખત થવા પામી રહ્યું છે.
પંચમુખી હનુમાન મંદિર મહંતની આગેવાનીમાં મળેલી બેઠકમાં આગેવાનોની બહોળી ઉપસ્થિતિ
ત્યારે આજ રોજ સમિતી દ્વારા બેઠકનું આયોજન કરાયુ હતું. બાબા બાગેશ્વરધામ સેવા સમીતી કચ્છ દ્વારા આજ રોજ યોજાયેલ પત્રકાર પરિષદને આયોજકો અને મીડિયા ઇન્ચાર્જો દ્વારા સંબોધન કરી મીડીયાના માધ્યમથી આહવાન કર્યું હતુ અને હનુમંત કથા તથા દીવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને આયોજનને ભવ્ય બનાવવા હાકલ કરી હતી. તેઓએ કહ્યું હતુ કે, આ આયોજનની સમીતીને બાગેશ્વર સેવાસમીતી કચ્છ નામ એટલે આપ્યું છે કે, આ કાર્યક્રમમાં આખું કચ્છ જોડાય.સમગ્ર જિલ્લાની અનેકવિધ સંસ્થાઓને કાર્યક્રમમાં હાજર રહેવાનું પણ આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનુ કહયુ છે.
સભામાં જેઓ હાજર હશે અને જેઓનું નશીબ ચળકતું હશે તેવા શ્રદ્ધાળુઓને બાબા મંચ પર બોલાવશે. જેઓ રામનું નામ જપશે તેઓ પર ગુરૂજી પ્રસન્ન થશે. ધવલભાઈએ આ તબક્કે કહ્યું હતુ કે, રાજય સરકાર, મુખ્યપ્રધાન… પ્રધાનમંડળ સહિતનાઓને દીવ્ય કાર્યક્રમની સાક્ષાત્કાર માણવા માટે આમંત્રણ અપાયું છે, કચ્છભરમાથી 50 હજાર જેટલા લોકોને આ સભામંડપમાં સમાવવાની અવસ્થાઓ સારી રીતે કરવામા આવેલી છે.
સમગ્ર વ્યવસ્થાઓ સંભાળવા 2000થી વધુ કાર્યકર્તાઓની ટીમો કામે લાગેલી છે. નોંધનીય છે કે, સ્ટર્લિંગ હોસ્પીટલ દ્વારા સભામંડપ ખાતે વિશાળ હોસ્પિટલ અને ઈમરજન્સી સેવાઓ પણ ઉભી કરવામાં આવશે. આ તકે આયોજક નંદલાલ જી ગોયલે જણાવ્યું કે ત્રણ દિવસના મુકાન દરમ્યાન પુ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી પાટડીયા હનુમાનજી, પંચમુખી હનુમાનજી મંદીર તથા ગાંધીધામની અને કામધેનુ ગૌશાળા સહિતના સ્થળોની પણ મુલકાત લેશે. આજ રોજ યોજાયેલી બેઠકમાં ધવલભાઈ આચાર્ય, પંચમુખી મંદીરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ ,મોહન ભાઈ ધારશી, નંદલાલભાઈ ગોયલ, સુરેશભાઈ ગુપ્તા, હીતુભા જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.