- 200 જેટલી ગૌમાતાના સાનિધ્યમાં પૂ. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ભજનગાઈ કર્યા મંત્રમુગ્ધ
ભારત રાષ્ટ્ર જેમની ઉપર ગર્વ લઈ શકે તેવા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી ગૌ – પાલક , ગૌ – સેવા અને સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયભાઈ વાંકની ક્રિષ્ના ગીર ગૌ – ધામ ખાતે આજરોજ ગૌ – માતાને દંડવત કરી મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ દ્વારા ગૌ – માતાનું પુજન કરવામાં આવ્યું હતું . આ ગૌ – મંદિરમાં 200 જેટલી ગૌ – માતાના સાનિધ્યમાં પુજય દાદા દ્વારા ગૌ – ભજન ગાઈ અને બધાને મંત્રમુગ્ધ કરી દિધા હતા . આ ગૌ – સેવા કાર્યમાં વાંક પરિવારના જીલ્લુભાઈ વાંક , અજીતભાઈ વાંક , વિક્રમભાઈ વાંક, પ્રકાશભાઈ વાંક, નિલેશભાઈ વાંક, મયુરભાઈ વાંક, વગેરે પરિવારે પુજય દાદા સાથે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યુ હતું .