સનાતન ધર્મકી પૂરાની મતી, વર્તમાન કી ગતિ, અબ ભારત રાષ્ટ્ર કરેગા પ્રગતિ હી પ્રગતિ
રેસકોર્સ ખાતે આયોજીત બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં શ્રધ્ધાળુઓએ લગાવી અરજ
બાબા બાગેશ્વરનાં દિવ્ય દરબારને લાખો લોકોએ ‘અબતક’ના સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળ્યો
બાબા બાગેશ્વરે પોતાની ધાર્મિક લાક્ષણીકતા અને રમુજી શૈલી સાથે અરજી કરનારા લોકોને મંચ પર બોલાવીને તેમના કષ્ટોનું નિવારણ લાવ્યા
રાજકોટના આંગણે બાબા બાગેશ્ર્વરધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના બે દિવસીય દિવ્ય ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ દિવસે રેસકોર્ષ મેદાનમાં હજારોની સંખ્યામાં ભાવી-ભકતો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. મોડી રાત્રી સુધી બાબાનો દિવ્ય દરબાર ચાલ્યો હતો અને જે લોકોએ પૂરી શ્રધ્ધા સાથે મનથીઅરજી કરી હતી. તેની અરજીનો સ્વીકાર કરીને બાબાએ પોતાની લાક્ષણીક અને રમુજી શૈલી સાથે તેઓને મંચ પર બોલાવીને તેમના કષ્ટો દુ:ખોનું નિવારણ આવશે તેવું બાબાએ જણાવ્યું હતુ.
બાગેશ્ર્વર ધામના પીઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થતા જ ભાવિકોમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબા બાગેશ્ર્વરના આગમન સાથે ભકિતમય માહોલ ઉભો થઈ જ ગયો હતો. બાબા બાગેશ્ર્વરને રાજકોટમાં અમીન માર્ગ ઉપર ઉતારો આપવામા આવ્યો હતો. ઉતારા સ્થળે બાબા બાગેશ્ર્વરના આગમનથી મધરાત સુધી ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો. રાજકીય આગેવાનો, ઉદ્યોગકારોએ બાબા બાગેશ્ર્વર પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યો હતો. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ કાલાવડ રોડ પર આવલેા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જયાં મંદિરના સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. બાબા બાગેશ્ર્વરે મંદિરમાં દર્શન કરીને નીલકંઠવર્ણી જળાભિષેક કરી સંતો મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ ચમત્કારીક હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. બાબા બાગેશ્ર્વરને આવકારવા બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. તેમજ મંદિરના સેવકગણ દ્વારા બાબાને ગદા અર્પણ કરવામાં આવી હતી.
બાબા બાગેશ્ર્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ દિવ્ય દરબારમાં જણાવ્યું હતુ કે ‘મેરે પાગલો…’ યાદ રાખજો કે બીજી મજહબના લોકોને ટોપી પહેરવામાં શરમ નથી આવતી દુનિયાના ઘણા લોકો પોતાના ધર્મને ગૌરવ સાથે માને છે. તો હિન્દુ ધર્મના લોકોને તિલક લગાવીને બહાર નીકળવું પડશે… તમારો જન્મ હિન્દુ સનાતન ધર્મમાં થયો છે તે ગૌરવની વાત છે. જો હિન્દુઓ ઘરની બહાર નહી નીકળે તો જે સાક્ષી દિકરી સાથે થયું તે અનેક દીકરી સાથે થઈ શકે છે.
પરંતુ જાગી ગયા તો પરિવર્તન આવશે ‘મેરે પાગલો’ કહીને કહ્યું કે તમને પોતાના પર નાઝ હોવો જોઈએ. સનાતન ધર્મ પ્રાચિન ધર્મ છે. સનાતની હિન્દુઓએ આગળ આવવું પડશે. એકતા દેખાડવી પડશે. તે દિવસ પૂરતુ નહી હવે ભારતીય સનાતનીઓએ એક જુથ થઈને રહેવું જોઈએ.
બાગેશ્ર્વર ધામ છે મારૂ નામ નથી. શ્રી હનુમાનજી મહારાજની અદભૂત કૃપા રહી છે. વિદ્યાનો, વૈજ્ઞાનિકો બાગેશ્ર્વર ધામના સંશોધન માટે આવેલ ત્યાંની શકિત જાણવા આવેલ ઘણા પોલ ખોલવા આવેલ પરંતુ કંઈ થઈ ન શકયું આજ તો બાગેશ્ર્વર ધામનો મહિમા છે. ભગવાનનો મતલબ સકારાત્મકતા, ઊર્જા, પોઝીટીવીટી, દિવ્યતા છે. શ્રધ્ધાથી ભગવાનને યાદ કરશો. તો બાગેશ્ર્વર ધામ આવાની પણ જરૂરત નથી. બેઠા બેઠા કામો પૂરા થશે.
હું નફરત, ફેલાવા નહી, ચમત્કારા દેખાડવા નહી દર્શન દેખાડવા નહી, પ્રદર્શન કરવા નહીં પરંતુ હનુમાનજીની પ્રેરણા લઈને રાજકોટના પાગલોને જગાડવા આવ્યો છું હવે ભગવાન રામકી વિરતાની ગાથા સંભળાવવાની આવશ્યકતા છે. સનાતન હિંન્દુઓને તો ગૌરવ કરવું જોઈએ હિન્દુઓ જાગી ગયા છે. હવે પોતાના માથે હિન્દુઓ તીલક લગાડી નિકળશે ત્યારે સમજજો સનાતનની ક્રાંતિ-સુનામિ આવી છે. હવે તો રામ નામ કી ક્રાંતિ કાં શ્ર્લોક બજાના ચાહીએ બાબા બાગેશ્ર્વર.
આજે રેસકોર્ષ ખાતે બાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબારનો છેલ્લો દિવસ છે બાબાના દર્શન કરવા તેમની વાણી સાંભળવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. રાજકોટ સહિત મોરબી, વાંકાનેર,કચ્છ, માંડવી, પૂના સહિત અનેક જગ્યાએથી બાબાના દિવ્ય દરબારમાં ભાવિકો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.
રામ…. સાધુજી… બાબા બાગેશ્ર્વરનો આગવી શૈલીમાં લહેકો
બાબા બાગેશ્ર્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કોઈને મંચ પર બોલાવતા ત્યારે અને વચ્ચે વચ્ચે સાધુજી… બાબાજી… શ્રી રામ… જયસીયારામ… રામ એવું વિશેષ લહેકા સાથે અને તેમની પાછળ તમામ શ્રોતાગણો-ભાવિભકતો શ્રીરામ… બાબાજી.. રામ બોલતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાજકોટને રંગીલુ કહ્યું તેમને થોડું થોડુ ગુજરાતી આવડે છે.
બેસી જાવ પધારો, આવો… તેવું બોલતા તમામ શ્રોતાઓ ખળખળાટ હસ્યા હતા.
આજે સાંજે 6:00 વાગ્યાથી બાબા બાગેશ્વરનો દરબાર લાગશે
રેસકોર્સ ખાતે આયોજીત બે દિવસીય બાબા બાગેશ્ર્વરના દિવ્ય દરબારનો પ્રથમ દિવસે હજ્જારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લ્હાવો લીધો હતો. ગઇકાલે પ્રથમ દિવસે બાબા બાગેશ્ર્વર રેસકોર્સ ખાતે થોડા મોડા પહોંચ્યા હતા. ત્યારે બાબા બાગેશ્ર્વરે મંચ પરથી કહ્યું હતું કે મને પહોંચતા થોડો વિલંબ થયો છે પરંતુ આજે સાંજે 6:00 વાગ્યાથી દરબાર શરૂ થશે.
મંદિર નિર્માણની જામનગરના શ્રધ્ધાળુની ઈચ્છા પૂર્ણ
બાબા બાગેશ્ર્વરના ભવ્ય દિવ્ય દરબારમાં જામનગરના શ્રધ્ધાળુની અરજી સ્વીકારતા તેમને મંચ પર બોલાવી તેમના પ્રશ્ર્નો કહેવા જણાવ્યું ત્યારે તેમને મંદિર નિર્માણની અરજી લગાવી હતી. પરંતુ તેના માટે પૂરતી રકમ ન હોવાની સમસ્યા વ્યકત કરી હતી અને બાબાએ જામનગરના શ્રધ્ધાળુના કષ્ટ નિવારણ માટે મંચ ઉપરથી જ લોકફાળો એકત્ર કર્યો હતો અને તમામ મળેલ રાશીનો મંદિર નિર્માણમા જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો અને તેમની આસપાના લોકોને નજર રાખવા પણ જણાવેલ.
દરબારની શરૂઆતમાં જ બાબાએ ગુજરાતીમાં કહ્યું રાજકોટ રંગીલુ છે…
દિવ્ય દરબારની શરૂઆતમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભાવિકોને સંબોધતા કહ્યું કે મજામાં ? રાજકોટ રંગીલું છે. જીવવાનું જીવતા શિખવું છે તો આવો રાજકોટ… આરામથી સુઈ શકાય એટલે બધા લોકો કમાણી કરતા હોય છે.પરંતુ એકમાત્ર રાજકોટ એવું શહેર છે જયાં બપોરે 2 વાગ્યે શ્ર્વાન પણ બહાર નીકળતા નથી ઉદ્યોગપતિ, મજુર, નેતા, અભિનેતા કોઈપણ સંજોગોમાં સુઈ જાય છે. ધન્ય છે આ રંગીલા રાજકોટને પાગલો કહીને તેમને જનમેદનીને સંબોધી હતી.
બાબા સમક્ષ પ્રથમ પોરબંદરના રાણાવાવના કરણ નામની વ્યકિતની અરજી
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી સમક્ષ પ્રથમ અરજી પોરબંદરના રાણાવાવના વતની એવા કરણ નામના વ્યકિતએ લગાવી હતી. કરણ હનુમાનજીના ભકત છે. અને તેમના ઘર પાસેના હનુમાન મંદિરે અન્નક્ષેત્ર શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કરણને 40 દિવસની સાધના કરવા જણાવ્યું.