પ્રેમલગ્નન કરનાર બહેનને ડીલીવરી બાદ તેડવા ગયેલા ભાઇ સાથે થયેલી બોલાચાલીમાં મામલો બિચકર્યો: બન્ને પક્ષે મળી સાત શખ્સો સામે નોંધાતો ગુનો
ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે નીયામતમાની દરગાહ પાસે રહેતી પરિણીતાને ડીલીવરી બાદ જામનગરના અલીયાબાડા ખાતે રહેતો ભાઇ તેડવા આવતા થયેલી બોલાચાલીમાં બન્ને પક્ષે થયેલી મારામારી સાળા-બનેવી સહિત પાંચ શખ્સો ઘવાયા છે. જયારે પોલીસે બન્ને પક્ષે મળી સાત-શખ્સો સામે સામ સામો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના અલીયાબાડા ખાતે રહેતા આશીફ અજીજ પઠાણે પોતાના બનેવી સુલતાન શાહ, રહીમ શાહ, મહમદ શાહ અને હુશેન રહીમશાહ ફકીરે લોખંડના પાઇપ અને હુક વડે અકરમ, અકઇડર અને આશિફને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.
જયારે સામા પક્ષે ઉપલેટા પંચહાટડી ચોક ખાતે રહેતા સુલતાન શાહમદરે સાળા આશીફ, અકરમ અને અકબર છરી અને પાઇપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.
પોલીસે બન્ને પક્ષે માટે સામ સામી સાત શખ્સો સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં અલીયાબાડાની શબાનાબેને ઉપલેટા સ્થિત સુલતાન ફકીર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદ શબાનાબેનને ત્યાં ત્રીજા સંતાન તરીકે પુત્રીનો જન્મ થતાં માવતરના પરિવારજનો ખબર પડતા શબાનાબેનનો ભાઇ આશીફ પોતાની બહેનને તેડવા આવેલો ત્યારે તેનો બનેવી સુલતાન કહેલ કે સવા માસ બાદ તેડવા આવેલો ત્યારે તેનો બનેવી સુલતાન કહેલ કે સવા માસ બાદ તેડવા આવજો તે મામલે બન્ને સાળા-બનેવી વચ્ચે થયેલી બોલાચાલીમાં સામ સામી મારા મારીમાં બન્ને પક્ષે પાંચ શખ્સો ઘાયલ થયા છે.પોલીસે સાત શખ્સોની ધરપકડ કરવા એ.એસ.આઇ. ડી.પી. કટોચએ તજવીજ હાથ ધરી છે.