જ્ઞાતિ પ્રત્યે બોલવા બાબતે મારામારીમાં સામસામી નોંધાતી ફરિયાદ: ફરજમાં બેદરકારી બદલ પી.એસ.આઈ. સસ્પેન્ડ
ધ્રોલમાં બે દિવસ પહેલા એક સમાજની જ્ઞાતિ વિશે જેમ તેમ બોલવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જુથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બે વ્યકિતને ગંભીર ઈજા પહોચી હતી. આઅંગે હત્યાના પ્રયાસ તેમજ ધમકી આપ્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ધ્રોલની મેઈન બજાર, વજુભાઈની મીલ સામે રહેતા માંડાભાઈ સીંધાભાઈ વરૂ ઉ.૧૯ નામના યુવાન તથા તેમના મિત્ર ગત તા.૧૦ના રોજ ધ્રોલ બસ સ્ટેન્ડ સામે આશાપુરા હોટલ પાસે બેઠા હતા ત્યારે મુનાભાઈ બશીરભાઈ લંધા નામનો શખ્સ તેના સમાજની જ્ઞાતિ વિશે ગાળો બોલતા હતા.
જેથી તેને સમજાવતા મુન્નો, જાઈદ ખાટકી, કાદર ઉર્ફે ઓઢીયો, મોઈન ઘાંચી, આફ્રીદી ઉર્ફે ભાયજી, જબરો અને ભા શાહમદાર નામના સાત શખ્સોએ ગાળો કાઢીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને છરી બતાવ્યાની યુવાને ફરિયાદ નોંધાવી છે.
જયારે આ માથાકૂટ બાદ ધ્રોલ ખારવા રોડ, રામરોટી આશ્રમ મંદિર પાસે ભરવાડ સમાજના મચ્છા લીંબા, સીંધા વીરમ, સુગોકારાનો ભાઈ, જસા સીંધા વરૂ, રમેશ સીંધવ, લાખોકારાનો ભાઈ, ગોકળભાઈ વરૂ, કારાભાઈ વરૂ, યોગેશભાઈ વરૂ અને નવ અજાણ્યા શખ્સોનું ટોળુ પૂર્વ આયોજીત કાવત‚ રચીને ઉપરોકત માથાકૂટનો ખાર રાખીને કાદરભાઈ ઉર્ફે ઓઢીયો, જુમાભાઈ જુણો તથા સાહેદ ઉપર તલવાર, ધારીયા, પાઈપ, છરી જેવા તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરીને માથા તેમજ શરીરે ગંભીર ઈજા પહોચાડીને હત્યાનો પ્રયાસ કર્યાની કાદરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ હુમલાની પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને મામલો વધુ બિચકતા જામનગરથી પોલીસ બોલાવવી પડી હતી પોલીસે આરોપીઓને પકડવા માટે કોમ્બીંગ હાથ ધર્યું હતુ. પરંતુ આરોપીઓ હાથમાં આવ્યા ન હતા.