પ્રાચીન અર્વાચીન રાસના સંગમ સાથે સહિયર રાસોત્સવ દશેરાએ પણ ચાલુ રાખવાની જાહેરાત કરાઇ
સહિયર રાસોત્સવમાં રાત પડે ને દિ ઉગે તેવા ભવ્ય વાતાવરણમાં માતાજીના ગરબાથી દિવ્યતા રોજ ઉમેરાય છે. માં ની આરતી બાદ સહિયર રાસોત્સવમાં ગરબા ગાયકો સાજીવ ખ્યાર અને ચાર્મી રાઠોડના કંઠેથી રાસની રમઝટ બોલી હતી. તેમજ કોમેડીયન ધવલ દોમડીયા સહીયરના મહેમાન બન્યા હતા. સહિયરના ખેલૈયાઓ સાથે રાસની રમઝટ કરતા ધવલ દોમડીયાએ પોતાના આગવા અંદાજથી ખેલૈયાઓ સાથે વાતચીન કરી મન મુકીને હસાવ્યા હતા. સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ દશેરાના દિવસે પણ સહીયર ચાલુ રાખવાની જાહેરાત કરતા ખેલૈયાઓએ આ વાતને વધાવી હતી.રાસોત્સવના બીજા દૌરમાં રાહુલ મહેતાના કંઠેથી લોકોએ ધમાલની મોજ કરી હતી. ખેલૈયાઓને રીધમના તાલે ઝુલાવતા રીધમ ઓરકેસ્ટ્રા, ખોડીદાસ વાઘેલાએ વોટરડ્રમ પર જમાવટ કરી હતી. સહિયરના આયોજક વિજયસિંહ ઝાલા, ધવલ દોમડીગયા કોમેડીયન મનસુખભાઇ ડોડીયા, શૈલેષભા ખખ્ખર, પીનલબેન, ક્રિષ્ના, દિયા તથા જીમ્મીભાઇ અડવાણી, પરીક્ષીતસિંહ ગોહીલ, આર.બી. ફેશન રાજુભાઇ, પ્રોફેસર ભાવીન રાવલ, હિમાની રાવલ, બીપીનભાઇ વાસોપીયા, જયેન્દ્રસિંહ જાડેજા, કેયુરભાઇ અને મીતલબેન પલાળ, યુવરાજસિંહ જાડેજા, સહદેવસિંહ ભાટી, પ્રવીણસિંહ સિંધવ, હરપાલભાઇ બારડ તથા હાર્દિક ઝવેરીના હસ્તે ઇનામો અપાયા હતા.