• પાંચ દિવસીય લોકમેળા માટે પોલીસનો બંદોબસ્ત પ્લાન જાહેર
  • લાખોની મેદનીને ‘મેનેજ’ કરવી ટ્રાફિક પોલીસ માટે ‘અગ્નિપરીક્ષા’ સમાન
  • 17 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ- ફાયર ફાઇટર- સિકયુરિટી સ્ટાફમાં બમણો વધારો

આવતીકાલથી રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે. પાંચ દિવસીય લોકમેળામાં લાખોની મેદની દર વર્ષે ઉમટી પડતી હોય છે ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં લોકો આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ધરોહર લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે શહેરના 19 જેટલાં માર્ગો બંધ કરી દેવામાં આવનાર છે. એકબાજુ અગાઉથી જ જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ ચાલુ હોવાથી જામનગર રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ જતો હોય છે હવે અધૂરામાં પૂરું અઢળક રસ્તા બંધ થઇ જતાં હોય ત્યારે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહિ. આ પાંચ દિવસ ટ્રાફિક પોલીસ માટે અગ્નિપરીક્ષા સમાન બની જશે તેવું ચોક્કસ કહી શકાય.

લોકમેળા અનુસંધાને પોલીસ હેડક્વાર્ટરથી લોક મેળાના મેઈન ગેટ તરફ, બહુમાળી ભવન ચોકથી લોકમેળાના મુખ્ય ગેટ તરફ, જુના એનસીસી ચોકથી પોલીસ હેડક્વાર્ટર સર્કલ તેમજ શ્રેયશ સોસાયટી તરફ જતા તમામ પોઇન્ટ, મારુતિ નગર શેરી નંબર એકથી એરપોર્ટ રોડ સુધી, બેંક ઓફ ઇન્ડિયા અધિકારી નિવાસ્થાનથી માંડી રેસકોસ રિંગ રોડ તરફના માર્ગ, મેયર બંગલાવાળી શેરી, જિલ્લા પંચાયત ચોકથી આગળની તરફ જતા રસ્તા, રૂરલ એસપીના બંગલાની શેરી, રેસકોસ ગ્રાઉન્ડ લોકમેળાના મુખ્ય ગેટથી ગોસલીયા માર્ગ, સુરજ એપાર્ટમેન્ટ અને આદિત્ય બિલ્ડીંગ સામે બેરીકેટીંગ, ટ્રાફિક ઓફિસની સામે રૂડા બિલ્ડીંગ ચોકથી હેડક્વાર્ટર, સીઆઈડી આઈબી ઓફીસથી શ્રોફ રોડ તરફ અને રૂરલ એસપીના બંગલા તરફ જતા માર્ગ, સુરજ એપાર્ટમેન્ટથી માંડી લોકમેળા તરફ જવાના રસ્તા, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી માંડી બહુમાળી ભવન ચોક તરફ જતા માર્ગ, સર્કિટ હાઉસ સામેની શેરીથી માંડી રેસકોસ રીંગરોડ તરફ જતા માર્ગ, આયકર વાટીકાથી માંડી રિલાયન્સ ગ્રાઉન્ડ તરફ જવા માટેના માર્ગો, ગેલેક્સી બિલ્ડીંગથી માંડી બહુમાળી ભવન ચોક તરફ જવાના રસ્તા, ગોસલીયા માર્ગથી બહુમાળી ભવન તરફ જતા માર્ગ, ગવર્મેન્ટ પ્રેસથી રેસકોર્સ તરફ જતાં માર્ગ, આમ્રપાલી અંડર બ્રિજથી માંડી રીંગ રોડ તરફ જતાં માર્ગો પર પ્રવેશબંદી કરી દેવામાં આવી છે.

ત્યારે હવે આટલા માર્ગ બંધ થઇ જતાં તેની અસર મુખ્ય કેટલા માર્ગો પર પડશે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જામનગર રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, શ્રોફ રોડ, રેસકોર્સ રીંગ રોડ, એરપોર્ટ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક સર્જાશે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાંચ દિવસનો ધરોહર લોકમેળો આવતીકાલે સાંજે 4-30 વાગ્યાથી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને 125 જેટલા કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવી છે. લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેમઝોન અગ્નિકાંડ બાદ તકેદારીના વિશેષ પગલા લેવામાં આવ્યા છે અને પ્રથમ વખત લોકમેળામાં વિવિધ રાઇડસ માટે કડક નિયમો બનાવાયા છે અને ભીડને પહોંચી વયવા રાતે 11-30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ચાલુ વર્ષે તા. 24 થી 28 ઓગસ્ટ, 2024 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. ગત વર્ષના રોજના 100 પ્રાઇવેટ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.

પોલીસે જાહેર કરેલા બંદોબસ્ત પ્લાન મુજબ 3 આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રેસકોર્સ ઉપરાંત આજી,રતનપર અને ઇશ્વરિયા ઉપરાંત દોઢસો ફૂટના રોડ પર ખાનગી મેળાના આયોજન હોવાથી મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળામાં રાત્રે 11.30 પછી નો-એન્ટ્રી જાહેર કરાઈ છે.

લોકમેળા અંગે ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાએ આપેલી વિગતો મુજબ મેળાના ગ્રાઉન્ડમાં કુલ ચાર ગેટ ગોઠવામાં આવ્યા છે. જેમાંથી એન્ટ્રી અને બે ગેટ એકઝીટ માટે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર એકઝીટ પણ બનાવવામાં આવી છે. ગ્રાઉન્ડની ચારેય બાજુ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેટ નંબર 1 પાસે પોલીસનો ડોમ બનાવવામાં આવ્યો છે.

આગળ અલગ 17 પાર્કિંગમાં સીસીટીવી કેમેરા ગોઠવામાં આવ્યા છે. ગ્રાઉન્ડના દરેક ખૂણે એમ્બયુલન્સ અને ફાયર ફાઇટર ગોઠવામાં આવશે. ગ્રાઉન્ડ બહાર થ્રી લેયર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે અને કુંભ મેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ કરતા નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે.

લોકમેળામાં એનડીઆરએફ, એસડીઆરએફ, એનસીસી અને આપદા મિત્રો પણ રહેશે તૈનાત

લોકમેળામાં સુરક્ષા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, એનસીસી અને આપદા મિત્રો પણ તૈનાત રહેવાના છે. એનડીઆરએફની ટિમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ ટીમે કલેકટરને રિપોર્ટ પણ કરી દીધો છે. બીજી તરફ આ ટીમે અધિક કલેકટર સાથે બેઠક યોજી સમગ્ર વ્યવસ્થા સમજી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રના નામચીન ગુનેગારોને ઓળખવા પાંચ જિલ્લાનો એલસીબીનો સ્ટાફ બોલાવાયો

લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પરિવાર સાથે આવતા હોય છે ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે લોકમેળામાં લોખંડી બંદોબસ્ત જાળવવા રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાંથી પોલીસ મહેકમની માંગણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાની એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા ચાર ચાર કર્મચારીઓની માંગણી બંદોબસ્ત માટે કરવામાં આવી છે

ક્યાં પાર્કિંગ કરી શકાશે?

ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ચાણક્ય બિલ્ડીંગ ચોક પાસે નગરરચના અધિકારીની કચેરી ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે મેમણ બોર્ડિંગ ગ્રાઉન્ડ, શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામે, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ, નહેરુ ઉદ્યાન, બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર, કિશાનપરા ચોક એજી ઓફિસની દીવાલ પાસે 15 રીક્ષા, કિશાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ, કેપિટલ હોટેલ પાછળનું ગ્રાઉન્ડ, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ, આયકર વાટીકા સામે ખુલ્લી જગ્યા, આયકર ભવન પાછળ આવેલ પ્લોટ, એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટીપાસેનું ગ્રાઉન્ડ, હોમગાર્ડ ઓફિસર કોલોનીમાં પાર્કિંગ કરી શકાશે.

ખિસ્સા કાતરું, અસામાજિક તત્વો સામે રક્ષણ આપવા વિવિધ સ્કવોડની રચના

લોકમેળામાં ભીડનો ગેરલાભ લઇ ખિસ્સા હળવા કરતા ખિસ્સાકાતરુ, છેડતી કરતા રોમિયો સહિતના અસામાજિક તત્વોને શોધી કાઢવા ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની બ્રાંચનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં મેળામાં વોચમાં રહેશે. મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ સાથે મહિલા પોલીસકર્મીઓ સાદા કપડાંમાં તૈનાત રહેશે તેમજ ચીલ ઝડપ કરતી ગેંગને રોકવા એન્ટી સ્નેચિંગ સ્કવોડ, તસ્કરોને ઝડપી લેવા પોકેટ કોપ ટીમ, ગુમ બાળકોને શોધી કાઢવા સ્પેશિયલ ટીમ ફરજ ઉપર તૈનાત રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.