બન્ને જુથના લોકોને ઇજા: એક જુથ દ્વારા સીટી પોલીસને ફરીયાદ નોંધાઇ
ધ્રાંગધ્રા શહેરમાં છેેલ્લા ત્રણ મહિનાથી શાંતિનો માહોલ સ્થપાયેલ હતો જેમાં કડક પીઆઇ એન.કે. વ્યાસને ધ્રાંગધ્રા પીઆઇ તરીકે ચાર્જ સોંપાયા બાદ માથાકુટોના કિસ્સાઓમાં ખુબ જ ઘટાડો થયો હતો તેવામાં બજારમાં વેપારીઓ પણ પોતાનો ધંધો વેપાર શાંતિથી કરતા હતા પરંતુ ધ્રાંગધ્રા શહેરને શાંતિ રાજ નહી આવતી હોય તેમ ગઇકાલે ફરીથી શહેરના મોચીવાડ વિસ્તારમાં મુસ્લીમ સમાજના બે જુથ વચ્ચે બબાલ થતાં સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું.
જેથી વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરુખ સીલમભાઇ મોવર દ્વારા સીટી પોલીસ સ્ટેશને ફરીયાદ કરતા જણાવ્યું કે ગઇકાલે તેઓના જ વિસ્તારમાં રહેતા દશેક જેેટલા એક જ પરીવારના સદસ્યો દ્વારા અચાનક પોતાના વિસ્તારમાં આવી જઇ શાહરુખ મોવરને કહેલ કે તું રેશ્માને ગાળો કેમ આપે છે તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા તમામ દશેક જેટાલ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથીયાર ધારણ કરી શાહરુખ મોવર પર હુમલો કરવા લાગ્યા હતા હુમલામાં શાહરુખ મોવરને હાથના ભાગે છરીથી ઇજા થઇ હતી જયારે હુમલાની જાણ થતાં શાહરુખ મોવરના બહેન હીરાબેન વચ્ચે પડતા તેઓને પણ ગાલના ભાગે છરીથી ઇજા પામી હતી. હુમલાખોરો હુમલો કરી નાશી છુટયા હતા.
જયારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બન્ને ભાઇ-બહેનને તાત્કાલીક સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડી ત્યાંથી સુ.નગર રીફર કરાયા હતા. જયારે ધ્રાંગધ્રા શહેરમાં આ બાબતના ધેરા પ્રત્યાધાતો પણ પડયા હતા જો કે શહેરી વિસ્તારમાં સ્થાનીક પોલીસ અધિકારી તરીકે કડક પીઆઇ હોવાથી શહેરીજનો અને વેપારીઓને બજાર બંધ કરવાની ફરજ પડી ન હતી. પરંતુ મુશ્લીમ કોના બન્ને માથાભારે જુથ વચ્ચે વિગતો મળી છે જયારે હજુ સુધી માત્ર એકજુથ દ્વારા સીટી પોલીસ સ્ટેશને ફરીયાદ કરતા હાલ તમામ એક પરીવારના દશેક જેટલા હુમલાખોરોની તપાસ સીટી પોલીસે હાથ ધરી છે.