પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં યોજાયેલા ધરણામાં કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો
ભાજપ સરકાર રાહુલ ગાંધીનો અવાજ બંધ કરવાનો સખત પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી અદાણી પર જે સવાલો ઉઠાવે છે તે આ દેશની સામાન્ય જનતાના સવાલો ઉઠાવે છે તે આ દેશની સામાન્ય જનતાના સવાલો છે.રાહુલના સમર્થનમાં આજે કોગ્રેસના કાર્યકરોએ જ્યુબિલી બાગ ખાતે ધરણા કર્યા હતા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતની આગેવાની હેઠળ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં બેસીને ભારત સરકાર સામે મૌન ધરણા યોજ્યા હતા.
જેમાં મહાપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, શહેર કોંગ્રેસ અનુસુચિત વિભાગના પ્રમુખ નરેશ સાગઠીયા, ઓ.બી.સી. વિભાગના પ્રમુખ હાર્દિકસિંહ પરમાર, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ રવિરાજ ડોડીયા, જીજ્ઞેશ ડોડીયા, સરોજબેન રાઠોડ, અરવિંદભાઈ મુછડીયા, હરેશભાઈ પરમાર, નારણભાઈ પુરબીયા, પ્રવીણભાઈ મુછડીયા, કરશનભાઈ મુછડીયા, દેવરાજભાઈ, ગેલાભાઈ, ઘનશ્યામભાઈ મકવાણા, હેમંતભાઈ સોઢા, રૂત્વિક અધેરા, જયરાજ મકવાણા, પરેશભાઈ, ભરતભાઈ પરમાર, પરેશ મકવાણા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.