જુદા-જુદા ત્રણ દિવસો ઉપવાસ ધરણા બાદ ગાંધીનગરમાં મહારેલી કઢાશે
યુનાઈટેડ નર્સીંગ ફોરમ એલાન્સ ઓફ નર્સીંગ એસોસીયેશન પત્ર પરથી ધ ટ્રેઈન નર્સીંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા લોકલ બ્રાંચ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીંગ સ્ટાફ દ્વારા ભુતકાળનાં વણઉકેલ્યા પ્રશ્ર્નો માટે ઉપવાસ અને ધરણા દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા ત્રણ દિવસો ઉપવાસ અને ધરણા બાદ ઓગસ્ટમાં ગાંધીનગર ખાતે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.રાજયભરનાં નર્સીંગ સ્ટાફ દ્વારા ધ ટ્રેનીંગ નર્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા અહિંયા સિવિલ હોસ્પિટલ ખાતે જુદા-જુદા વણઉકેલ્યા પ્રશ્ર્નો જેવા કે કેન્દ્ર સરકારનાં ધારાધોરણ મુજબ પગાર ભથ્થાઓ, સેજીટ ડારેકટોરેટ ઓફ નર્સીંગને મંજુરી, નસીંગ કેન્દ્રમાં બદલાવેલા નોમેન કલેચરન રાજયમાં પણ મંજુરી, નર્સીંગ ઉચ્ચ અભ્યાસ માટે ચાલુ પગારે પ્રતિનિયુકિતીની પુન: શરૂઆત નેશનલ પેન્શન સ્કીમને પુન: શરૂ કરવી, નર્સીંગનાં વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડમાં વધારો, કોન્ટ્રાકટર તથા આઉટ સોર્સીંગ પ્રથા સંપૂર્ણ બંધ કરવી અને સ્પેશ્યાલીટી નર્સીંગની ખાસ પોસ્ટ અને વિશિષ્ટ પગાર ધોરણ જેવા પ્રશ્ર્નો સાથે સિવિલ હોસ્પિટલનાં પ્રાંગણમાં ઉપવાસ ધરણા કર્યા હતા.
ગત તા.૧૬મી જાન્યુઆરી યુનિફોર્મ વિરોધથી શરૂ થયેલા આંદોલનને કોઈ પ્રતિસાદ ન મળતા આજરોજ નર્સીંગ સ્ટાફ દ્વારા ઉપવાસ ધરણા આંદોલન કરવામાં આવ્યા હતા. સાથો સાથ આગામી ૧૮મી જુલાઈ અને ૨૫મી જુલાઈનાં પણ તંબુ બાંધી ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ઓગસ્ટમાં સમગ્ર રાજયનાં નર્સીંગ સ્ટાફ દ્વારા ગાંધીનગર ખાતે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.