સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં ૨૫ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ૨ વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પૂર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી ઉપાશ્રય નાનો પડતા વિસ્તૃતિકરણ યોજનામાં માત્ર ૨ દિવસમાં માતબર અનુદાનથી હર્ષોલ્લાસ છવાયો છે. સંઘના ઉત્સાહી મંત્રી એડવોકેટ દિપ્તી શાહના જણાવ્યાનુસાર ઉપાશ્રયની જોડાજોડ જમીનની ખરીદી કરાતા ગોંડલ નિવાસી હાલ અંધેરી ચંપાબેન કાંતિલાલ ભાઈચંદ સંઘાણી હ.જયેશભાઈ સંઘાણીએ નામકરણનો લાભ લેતા વિમલનાથ જૈન ઉપાશ્રય અને આયંબિલ ભવનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરીવાર તેમજ આયંબિલ હોલનો દીપ્તિબેન શૈલેષભાઈ શાહ અને સ્વાધ્યાય ગૃહનો ઈન્દિરાબેન પ્રવિણચંદ્ર શાહ હ.અપૂર્વ, સૌરભ શાહ અને તેજલ મોદી (અમેરીકા)એ લીધેલ છે. આમ માત્ર ૨ દિવસમાં દાતાઓની દિલાવરીથી કાર્ય સંપન્ન થયેલ.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…