- જય જય નંદા, જય જય ભદ્દાના જયઘોષ
- પાલખી યાત્રામાં જૈન-જૈનેતરો જોડાયા:રામનાથપરા મુક્તિધામ ખાતે પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
- દેવલોકગમન પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા રવિવાર સવારે 9:15 કલાકે શાલીભદ્ર સરદાર નગર સંઘ ખાતે રાખેલ છે
રાજકોટ ન્યૂઝ : રાજકોટ જય જિનેન્દ્ર આરાધના ભવન ખાતે બીરાજમાન ઉત્તમ પરિવાર – સૂર્ય – વિજય પરિવારના સાધ્વી રત્ના પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.24/5 શુક્રવારે સવારે 5:00 કલાકે સમાધિ ભાવે કાળ ધર્મ પામેલ છે તેમ ગોંડલ સંપ્રદાયના અગ્રણી હરેશભાઈ વોરાએ જણાવ્યું છે. તેઓ જુનાગઢ જિલ્લાના લાઠ – ભિમોરા નિવાસી રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેન અને પ્રેમાળ પિતા ચુનીભાઈ જેઠાલાલ દેસાઈ પરિવારમાં તેઓનો જન્મ થયેલ.
24 વર્ષની ભર યુવાન વયે વિ.સં.2028 વૈશાખ સુદ તેરસના દિવસે રાજકોટ ખાતે ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.ગુરુદેવ જશરાજજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ અંગીકાર કરેલ.
નિત્ય હજારો ગાથાઓની સ્વાધ્યાય કરતાં અને સૌને કરાવતા.ગુરુણી મૈયા સૂર્ય – વિજય પરિવાર તથા પૂ.ભાનુબાઈ મ.સ. પાસે આગમનો ગહન અભ્યાસ કરેલ.અનેક શાસ્ત્રો કંઠસ્થ કર્યાં. તત્વ અને થોકડામા ખૂબ જ રૂચિ ધરાવે. આઠ વખત વર્ષી તપની આરાધના કરેલી.અનેક નાની – મોટી તપ સાધના ચાલુ જ હોય.નિત્ય બિયાસણા તપ કરતાં.76 વર્ષના માનવ જીવનમાં 52 વર્ષ સુદીર્ધ સંયમ જીવનનું રૂડી રીતે પાલન કર્યું.
તેઓનુ ગત ચાતુર્માસ ગુરુણી મૈયા પૂ.ભાનુબાઈ આદિ સતિવૃંદ સાથે રાજકોટ સરદાર નગર સંઘ ખાતે હતું.
પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ખૂબ જ સરળ અને ભદ્રિક.સેવાભાવી અને વૈયાવચ્ચ પ્રેમી. દર્શનાર્થીઓને અચૂક માંગલિક ફરમાવેજય જય નંદા,જય જય ભદ્દા ના જયઘોષ સાથે પાલખી યાત્રા જન કલ્યાણ સોસાયટીથી આજે સવારે 9:00 કલાકે શરુ થઈ રામનાથ પરા મુક્તિ ધામ ખાતે તેમનો દેહ પંચ મહાભૂત માં વિલીન થયો હતો મહાબલીપુરમ ખાતે પૂજ્ય ગુરુદેવ જસરાજજી
મ.સા તથા કલકત્તા બિરાજીત પૂજ્ય ધીરગુરુ દેવે ગુણાંજલિ અર્પણ કરી.
દેવલોકગમન પૂ.ધર્મિષ્ઠાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા રવિવાર તા.26/5/2024 સવારે 9:15 કલાકે શાલીભદ્ર સરદાર નગર સંઘ,રાજકોટ ખાતે પૂ.ગુરુ ભગવંત એવમ્ પૂ.ગુરુણી મૈયાઓના પાવન સાનિધ્યમાં રાખેલ છે.