તાજેતરમાં સુકલ પીપળીયા વેલનાથ ફાર્મ હાઉસ ખાતે ગુજરાત ચુવાળીયા કોળી સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજનો સર્વાંગી વિકાસ સમાજના પડતર પ્રશ્નો જેવા કે ક્ધયા છાત્રાલય, એન.ટી.ડી.એન.ટી વિશે, તેમજ સમાજને વસ્તી પ્રમાણે રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે સમગ્ર ગુજરાત પંથક માંથી દરેક જિલ્લાઓ માંથી દરેક જિલ્લાઓના પ્રતિનિધિઓ સમાજના આગેવાનો સમાજના શુભચિંતકો ચુવાળીયા કોળી સમાજ દ્વારા ચાલતા વિવિધ અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સમાજના યુવાનો જોડાયા હતા
આ તકે ચુવાળીયા કોળી સમાજના વડીલો આગેવાનો તેમજ યુવાનો સૌના એક જ સુરે એક રાગે સમાજ ના લોક લાડીલા આને ભામાશા એવા ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડીયા ને ગુજરાત રાજ્ય ચુવાળીયા કોળી સમાજ ના પ્રમુખ પદે બિરાજમાન થાય એવી ઇચ્છા વ્યક્ત કરતા ગુજરાતના દરેક જિલ્લાઓ તેમજ આગેવાનો દ્વારા સર્વાનુમતે ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડીયા ની ગુજરાત રાજ્ય ના ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી આ તકે દરેક જિલ્લામાંથી તેમજ દરેક સંગઠનના હોદ્દેદારોએ ખૂબ ઉત્સાહથી ઉમંગથી ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડીયા ને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.