2015માં ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની માંગણી-લાગણીને ધ્યાનમાં રાખી રિ-રિલીઝ કરાશે
આગામી શુક્રવારે દશેરાના પાવન દિવસે ધર્મેશ પંડિતની ફિલ્મ ‘ટેક ઇટ ઇઝ’ રજૂ થવા જઇ રહી છે. જેના પર દિગ્દર્શક સુનીલ પ્રેમ વ્યાસે એક મનોરંજન અને ઉદ્ેશ્ય સાથેની ફિલ્મ બનાવી છે. ટાઇટલ ‘ટેક ઇટ ઇઝી’ના નીચે વાક્ય છે, ‘યારો સમજા કરો’. પ્રિન્સ પ્રોડક્શનની ફિલ્મ એક સ્કૂલ પરિસરની કથા છે, જ્યાં બીજી સ્કૂલોની જેમ પ્રથમ નંબરે આવવાનો જાપ થાય છે. એક ગરીબ પ્રતિભાશાળી બાળકના પિતા પોતાની યુવાનીમાં દોડવીર બનવા માંગતા હતા. પરંતુ આર્થિક સંકટને કારણે વિજેતા બની શક્યા ન હતા. રાજ જોશીએ આ ભૂમિકાને જીવંત બનાવી છે.
ગરીબ બાળકના પગમાં પિતાની અધૂરી ઇચ્છાની પાંખો લગાવીને ફાસ્ટ દોડે છે અને તેનો શ્રીમંત હરીફ છેતરપિંડી આચરીને તેને હરાવે છે. તે આ અપરાધબોધથી પીડાયેલો છે અને આ ઘટનાને કારણે બાળકો વચ્ચે ગાઢ દોસ્તી અને એકજૂથ બનવાની ભાવના જન્મે છે. તેઓ અનુભવે છે કે, માતા-પિતા દ્વારા પ્રથમ નંબરે આવવા જે દબાણ બનાવાય છે. તેનાથી કેવો તણાળ પેદા થાય છે. આ સમગ્ર ઘટનાક્રમને દિગ્દર્શકે અત્યંત રોચક અને મનોરંજક રીતે રજૂ કર્યો છે અને કોઇ બાળક સાથે આંખ મિલાવતાં લાગશે કે આ ‘પ્રથમ પાત્ર’ આવવાનો ખેલ કેટલો ખતરનાક છે. આ ફિલ્મની ગંભીર સ્ટોરીને અત્યંત મનોરંજન બનાવાઇ છે.
તેનું ગીત-સંગીત પણ મધુર છે.ફિલ્મનો ક્લાઇમેક્સ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. જ્યારે અંતિમ સ્પર્ધાના આયોજનમાં એક રોમાંચક મુકાબલામાં ગરીબ બાળકને પ્રથમ રેસની ઇજાની પીડા નીચે પાડી દે છે તો શ્રીમંત બાળક તેને ખભા પર ઉંચકીને દોડે છે અને બધા જ જાણી જોઇને એક સાથે વિજય રેખા પાર કરે છે, જાણે કે તેઓ બધા જ ‘પ્રથમ’ આવ્યા છે, હવે બધી જ હરીફાઇ દોસ્તીમાં બદલાઇ ગઇ છે અને બધા જ અવાચક ઊભા છે. આ દ્રશ્યને દિગ્દર્શક એટલી ઉત્તેજના સાથે બનાવ્યું છે. જેવું દિલીપ કુમારે ‘ગંગા જમુના’માં કબડ્ડીના દ્રશ્યને બનાવ્યું હતું કે ‘બેનહર’ની ચેરિયટ રેસમાં આપણે જોયું હતું.
આ ફિલ્મમાં રજૂ કરાયેલા બાળકો પોતાની સ્વાભાવિક ચંચળતાથી તમામ વયસ્કો અને માતા-પિતાને આકરો જવાબ આપે છે. કદાચ એટલા માટે જ ટાઇટલના નીચે લખ્યું છે. ‘યારો સમજા કરો’ હકીકતમાં આ ફિલ્મ પોતાની સપાટીની નીચે અનેક અર્થ લઇને ચાલે છે, પરંતુ મનોરંજનમાં ક્યાંય ઘટાડો થયો નથી.