કાંબલિયાને ૨૭ મત અને ભટ્ટાસણાને ૨૪ મત : યજ્ઞેશ જોષીને ફક્ત ૭ મત, ૬૯માંથી ૫૮ એ કર્યુ મતદાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે ૧૧ કલાકે સિન્ડિકેટ પ્રિન્સિપાલે બે બેઠક માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં બે બેઠક માટે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ડો.ધરમ કાંબલિયાનો ૨૭ મત સાથે જ્યારે વિજય ભટ્ટાસાણાનો ૨૪ મત સાથે વિજય થયો હતો. જો કે ડો.યજ્ઞેશ જોશીને ફક્ત ૭ મત મળતા તેમનો પરાજય થયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની ૯ બેઠકોમાંથી ૭ બેઠકો બીનહરીફ થઇ હતી. જ્યારે સિન્ડીકેટ પ્રિન્સિપાલની બે બેઠક માટે ૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં પ્રથમ વખત બોદિઘક મતદારોએ જ્ઞાતિવાદના પરિણામને જાકારો આપતા કામ કરતા ઉમેદવારોને પસંદ કર્યા હતા. પ્રિન્સિપાલની બે બેઠક માટે યોજાયેલા મતદાનમાં ૬૯ મતદારોમાંથી ૫૯ મતદારોએ મતદાન કર્યુ હતું.
જેમાંથી ૫૮ મતો માન્ય રહ્યાં હતાં. જ્યારે ૧ મત પર રાઉન્ડની નિશાનીના લીધે મત અમાન્ય રહ્યો હતો. આ ગત વખતે પણ પ્રિન્સિપાલની બેઠકો માટે ચાર ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો હતો. અને તેમાં પણ ડો. ધરમ કાંબલિયા અને વિજય ભટ્ટાસણા વિજયી થયા હતા. જ્યારે ડો.એન.કે. ડોખરીયા અને ડો.યજ્ઞેશ જોશી હાર્યા હતાં. આ વર્ષ પણ ગત વર્ષની જેમ પ્રિન્સિપાલની બે બેઠક પણ ડો. ધરમ કાંબલિયા અને ડો.વિજય ભટ્ટાસણા વિજયી બન્યાં હતાં. એન હર્ષોલ્લાસ સાથે વિજયની ઉજવણી કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,