પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીના જ્ઞાન બોધથી શ્રાવકો અભિભૂત
ધર્મનગરી દ્વારકામાં રાષ્ટ્રજન કલ્યાણ અને સર્વજન સુખાય અર્થે 18મી નવેમ્બરથી જુના પીઠાધીસ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરીજી ના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત કથા ના સપ્ત દિવસીય મહોત્સવ નો પ્રારંભ થયો હતો. દરરોજ હજારો ભાવિકો તથા નો ધર્મ લાભ લઇ રહ્યા છે
કથાના બીજા દિવસે આચાર્ય એ જીવનમાં ત્રણ પ્રકારના દુ:ખોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે શારીરિક માનસિક અને આધ્યાત્મિક દુ:ખો માં સંપૂર્ણ સૃષ્ટિ સમાવેશ છે સ્વામીજીએ દુ:ખ નિવારણ માટે “સત્સંગ” નો માર્ગ બતાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે કલ્યાણ મોક્ષદાયની ભ્રમ ભય હરીણી માં રુક્ષ્મણી સાથે દ્વારકાધીશ ની નગરીમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે એક જ તત્વ વિસ્તૃત છે કૃષ્ણ ભક્તિમાં સ્વતંત્રતા નો વાસ છે જીવનના વિકૃત વિચારોથી જ દુ:ખનો આરંભ થાય છે
સ્વામીજીએ તમામ દુ:ખોના ઉધાર માટે સત્સંગ અનિવાર્ય જણાવ્યું હતું પ્રથમ દિવસથી જ કથામાં હજારો ભાવિકો ધર્મ લાભ લઈ રહ્યા છે18 થી 24નવેમ્બર સુધી ચાલનારો આ ગરમી યજ્ઞમાં ભાવિકો માટે કથા શ્રવણ માટે સુંદર વ્યવસ્થાની સાથે સાથે પ્રસાદ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સ્વામીજીએ સમયનું મહત્વ આપતા બોધમાં જણાવ્યું હતું કે સમયનો સદ ઉપયોગ કરવાનો મંત્ર જીવનમાં ઉતારવો જોઈએ તેમણે ગુરુ શિષ્યની પરંપરા માં ગુરુદેવના વિચારો અને તેમની ભાવના અંગે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું કથાના આ અવસરે પ્રભુ પ્રેમી સંઘના અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી નૈસર્ગીકીગિરિજી ,મહામંડલેશ્વર સ્વામી અપૂર્ણાંગીરીજી રાજ રાજેશ્વર આનંદજી સહિતના સંતો અને રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.