રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નું મહાનગરી મુંબઈમાં આગમન
અનેક વિવિધતાઓથી શોભતી ભવ્ય સ્વાગત યાત્રા સાથે પારસધામ ઘાટકોપરમાં મંગલ પદાર્પણ
મુંબઈવાસીઓની લાંબી પ્રતિક્ષા પછી મુંબઈ પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનને વધાવતા ઘાટકોપરના અનન્ય ગુરુભક્ત જલ્પાબેન નિલેશભાઈ મહેતા પરિવારના આંગણેથી ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રા યોજાઇ હતી.
અત્યંત અહોભાવથી ભાવિકોએ પોતાના મસ્તક પર ધરેલાં આગમ ગ્રંથો, બાળકોની નૃત્ય ભક્તિ, પ્રાણીઓની વેશભૂષામાં સજ્જ થઈને ગુરુ ભગવંતને આવકારતા બાળકો, પ્રેરણાત્મક તિયિંયિં ાહફુ, અષ્ટમંગલના પ્રતિક આદિ અનેક વિવિધતાઓથી શોભતી આ સ્વાગત યાત્રામાં શ્રી ઘાટકોપર સહિત મુંબઈભરના અનેક જૈન સંઘ પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહાનુભાવો સાથે બહોળી સંખ્યામાં ભાવિકો અંતરના ઉમળકા સાથે જોડાયાં હતાં. ઘાટકોપરના રાજમાર્ગોને ગુંજવતી આ સ્વાગતયાત્રા પારસધામના આંગણે પધારતા પરમ ગુરુદેવને અત્યંત શ્રદ્ધાભાવે આવકારવામાં આવ્યાં હતાં.
આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી આદિ, ડો. પૂજ્ય ડોલરબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય ઊર્મિબાઈ મહાસતીજી – પૂજ્ય ઊર્મિલાબાઈ મહાસતીજી, પૂજ્ય સોનલબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદ આદિ વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. પારસધામ સંઘ પ્રમુખ વિરલભાઈએ પરમ ગુરુદેવનું સ્વાગત અને ઋણ સ્વીકૃતિ કરી હતી.
પારસધામમાં ઉવસગ્ગહર સ્તોત્રના બ્રહ્મ ગુંજારવ સાથે પરમ ગુરુદેવે બોધવચન ફરમાવ્યા હતા કે, આ જગતમાં આજ સુધી જે કોઈપણ સુખી થયાં છે તે માત્ર ને માત્ર ધર્મના કારણે સુખી થયાં છે અને જેટલાં પણ આત્મા દુ:ખી થઈ રહ્યાં છે તે માત્ર અધર્મના આચરણથી જ દુ:ખી થયા છે. સુખનું એકમાત્ર કારણ લજ્ઞજ્ઞમ હીભસ અથવા લજ્ઞજ્ઞમ ૂજ્ઞસિ જ હોઈ શકે, ચાહે તે ભૂતકાળના હોય કે વર્તમાનના હોય. પરમાત્મા કહે છે, ધર્મ હંમેશા સમાધિ આપે છે પરંતુ અધર્મ હમેશા ઉપાધિનું કારણ બને છે.
આ અવસરે ડો. પૂજ્ય આરતીબાઈ મહાસતીજીના સુંદર પ્રવચન ઉપરાંત લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર ભક્તિ નૃત્યગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પરમ ગુરુદેવની 32મી દીક્ષા જયંતિ નિમિત્તે આગામી તારીખ 8વિં ફેબ્રુઆરી થી 12વિં ફેબ્રુઆરી સુધી પારસધામમાં ‘પરમ આનંદ ઉત્સવ’ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં આત્મિક આનંદની અનુભૂતિ કરાવનારા અનોખા અવસર અંતર્ગત તારીખ 8વિં ફેબ્રુઆરી સવારના 08:00 કલાકે “આનંદ ક્યાં?” અવસરની સાથે સાંજે 07:30 કલાકે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના 25વિં પુણ્યસ્મૃતિ અવસરે એમના જીવન આધારિત એક અદ્ભુત નાટિકા “મહાપુરુષ”ની પ્રસ્તુતિ થશે. આ બંને કાર્યક્રમ પરમ પટાંગણ ડી.જે. દોશી ગુરુકુલ હાઇસ્કુલ, તિલક રોડ, ઘાટકોપર(ઇસ્ટ) ખાતે યોજાશે.
તેમજ દરરોજ રાત્રે 8:30 કલાકે પરમ ગુરુદેવના શ્રીમુખેથી પરિગ્રહ વિષય પર નિતનવા રહસ્ય ઉઘાડતા પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુના સાંનિધ્યે આયોજિત દરેક કાર્યક્રમમાં જોડાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.