ધારી ગીર પૂર્વ વન વિભાગની રેન્જમાં પ્રવાસન ઉઘોગને વેગવાન બનાવવા તંત્ર પ્રયત્ન શીલ છે. ત્યારે નાગરીકોને જંગલમાં મોબાઇલ પણ નથી લઇ જવા દેનાર વન કર્મીચારીઓ જ યુનિફોર્મ વિના ફરજ બજાવતા હોવાની ફરીયાદ ઉઠી છે. ગીર પૂર્વ વન વિભાગની રેન્જમાં આમ નાગરીકને મોબાઇલ પણ લઇ જવા દેવામાં આવતા નથી. પત્રકાર અરવિંદભાઇ દવેએ નાગરીકોને મોબાઇલ ન લઇ જવા દેવાના કર્મચારીઓના હઠાગ્રાહ સામે વન કર્મચારીઓએ પરીપત્રની વિગતો પણ આપી ન હતી. આ અંગે આરએફઓને જાણ કરતા તેમણે મોબાઇલ જ નહી પત્રકારને પણ જવાની મનાઇ ફરમાવી ઉડાઉ જવાબ આપ્યાની રાવ ઉઠી છે. અગાઉ વન કર્મચારીઓ રાજકીય પદાધિકારી ના ટેકેદાર સાથે પણ અણછાજતું વર્તન કરતા હોવાની ફરીયાદ ઉઠી છે.
વન કર્મચારીઓ યુનિફોર્મ વિના ફરજ બજાવતા હોવાની ઘટનાથી લઇ હડાળામાં વન અધિનિમનો ભંગ કરી પાકા મકાનો ખડકાય રહ્યા હોવાની તપાસની માંગ ઉઠી છે.