નદીનો પટ ઇકોઝોનમાં આવતો હોવા છતાં ગેરપ્રવૃતિઓ સામે ખાણ-ખનીજ વિભાગ મૌન?
ધારી શહેર માં આવેલ લોકમાતા શેત્રુંજી તેમજ ખોડીયાર ડેમ માંથી ગેરકાયદેસર રેતમાફીયા આવો દ્વારા છેલ્લા કેટલાક ટાઈમથી ખાણ ખનીજ વિભાગની મિલી ભગતથી બે ફામ રેતી ચોરી થઈ રહી છે અહીં આ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં રેત માફીયાઓ બે ફામ બન્યા છે અને ખોડીયાર ડેમ તેમજ લોકમાતા શેત્રુંજી નદીમાં બે ફામ ચોરી થઇ રહી છે ત્યારે આ બધું તંત્ર ની મીલી ભગત અને હપ્તા સિસ્ટમ થી ચાલી રહ્યું છે અને એક ટ્રેક્ટર ના ચલાવવા માટે ના દર માસે રુ 10000 નો હપ્તો આપવામાં આવી રહ્યો હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
સવાલ અહીં એ છે કે કેટલાક સમયથી પોલીસ તંત્ર અને ખાણખનીજ વિભાગથી અજાણ થી અનેક ગામોમાં રાત્રીના તેમજ દિવસ ના પણ રેતી ચોરી થઇ રહી છે જોકે આમાં પોલીસ વિભાગ ને તો કહી લેવા દેવા ન હોય તે તો નરવા કુંજરવા છે આ કામગીરી તો ખનીજ વિભાગ ની છે ત્યારે દર માસે હપ્તા ક્યાં વિભાગ ના જાય છે તે પણ એક ચચો નો વિષય છે જે હોય તે પણ તંત્ર ના પાપે પ્રતિબંધીત હોવા છતાં ખોડીયાર ડેમ તેમજ શેત્રુંજી નદી માં થી બે ફામ રેતી ચોરી થઇ રહી છે અને આ પવિત્ર નદી ને રેતમાફીયો ખોતરીને ખાય રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર ચાલી રહેલ ધંધો તંત્ર દ્વારા બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.