બીમારીથી કંટાળી યુવાને પોતાની જાતે જ પ્લાસ્ટિકની બોટલ ઘૂસેડી હોવાની પ્રાથમિક તારણ
ધારીના હિરાવા ગામે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી પોતાની જાતે ગુદાના ભાગે પ્લાસ્ટિકની બોટલ ભરાવી દીધી હતી યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના હીરાવા ગામે રહેતા મગનભાઈ શંભુભાઈ ડાભી નામનો ચાલીસ વર્ષનો યુવાન ચાર દિવસ પૂર્વે પોતાના ગામમાં હતો ત્યારે પોતાની જાતે ગુદાના ભાગે પ્લાસ્ટિકની બોટલ જવા દીધી હતી. જેથી યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરતા ધારી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મગનભાઈ ડાભી ખેતીકામ કરે છે. મગનભાઈ ડાભીએ બીમારીથી કંટાળી પોતાની જાતે કંટાળી ગુદાના ભાગે પ્લાસ્ટિકની બોટલ ભરાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ધારી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.