• લોકલ ક્રાઇમ બ્રાન્ચે બન્નેને ઝડપી કાર્યવાહી હાથ ધરી
  • ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ
  • 2 વ્યક્તિએ દબાણ કરી પૈસા પડવ્યા હતા
  • જલ્દી કાર્યવાહી કરી આવા ગુના રોકવા માંગ
  • ધંધામાં લેણું થતા ખંડણી માંગવાનો ગુનો કરાયો

ધારી: અમરેલી જિલ્લામાં ધારીના કુબડા ગામ ખાતે ઘરમાં ઘુસી 2 વ્યક્તિએ દોઢ લાખ પડાવી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુન્હો નોંધાયો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.તેમજ ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી ખંડણી માંગવા પાછળનું કારણ જાણી તપાસ શરુ કરવામાં આવી હતી.

અમરેલીમાં આવેલ ધારીના કુબડા ગામમા રહેતા દલસુખ પોપટ કોટડીયાના રહેણાંક મકાનમાં તારીખ 14-09-2024એ ગેરકાયદેસર 2 વ્યક્તિઓ પ્રવેશ કરી દલસુખને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથા જીકાદા રેહવાસી દોલતી વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂ.10,00,000 બે દિવસમાં તથા રૂ,5,00,00,000 એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂ.1,50,000 કાઢવી લઈ ગુન્હો કરી ફરાર થતા દલસુખએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.

ત્યારે ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકર સિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપી હતી. જે બાદ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ કરતા બંને આરોપીને દબોચી ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. આ સાથે ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી આ ખડણી માંગવા પાછળ નું કારણ કોને હવાલો આપ્યો હતો આ સહિત જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

અરવિંદ દવે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.