ધારી પંથકમાં વિજતંત્રની લાપરવાહીથી ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા 10 દિવસથી ખેતીવાડી લાઇનની વિજળી ગુલ થઇ જતા ખેડૂતો પરેશાન દેખાઇ રહ્યા છે. ખેડૂતોએ રજૂઆતો કરીને થાકી ગયા છે હવે લાઇટ માટે આંદોલન તૈયારીઓ કરી રહ્યા છે.

ધારી ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળીમાં ધાંધીયા છે આ અસહ્ય ગરમીમાં લોકો તેમજ ખાસ કરીને વૃદ્ધો બાળકો અને વેપારીઓને ખૂબ મુશ્કેલી પડે છે દર ગુરુવારે વીજ મેન્ટેનન્સ માટે વીજળીમાં કાપ હોવા છતાં ગમે ત્યારે વીજળીમાં કાપ મૂકવામાં આવે છે. તેમજ  ખેતી વાડી મા છેલ્લા  10 થી અધાર પટ છે, નવાગામ કૃષિ ફીડર મા વીજ કર્મચારીઓ 10 દિવસ થયા છતા ફોલ્ટ  શોધી શકયા નથી, આ અંગે ખેડૂતો ને કહયુ હતુ કે આગોતરુ ખેતી પાક વાવેતર કરેલ હોય,પાક ના પોષણ માટે હાલ પાણી ની જરૂરિયાત હોય,પણ વીજળી  ના વાકે અમારો પાક બળી જવાની ભીતી  હોય, આ અંગે  ફરિયાદ કરેલ છતા આજ દિન સુધી નિવેડો આવેલ નથી, એટલુ જ  ધારી ના વિજ કર્મચારીઓને અમો એ ધારી એન્જિનિયર નો ફોન નંબર આપવા નૂ કહેલ કે અમને ની સુચના છે કે  મારો નંબર  ન આપવો. પણ અમો મહામહેનતે ધારી ના પી.જી.વી.સી.એલ. ના એન્જિનિયર નો નંબર  મેળવેલ  પણ તેઓ દ્વારા  ફોન ઉઠાવવા ની તસ્દી અને ઇન્કવાયરી કે ફોલ્ટ લખાવવા ફોન કરવામાં આવે તો જવાબ આપતા નથી ફોલ્ટ લખાવવા છતાં બે ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતો નથી. આ પ્રશ્ન ઉકેલાશે નહીં તો ધારી ગામ બંધ રાખી પીજીવીસીએલ ઓફિસની સામે અનસન કરવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.