વાહન અથડાવા જેવી નજીવી બાબતે ત્રણેય શખ્સો માતા પુત્ર પર તલવાર વડે તૂટી પડ્યા : હત્યાના ગુનામાં ત્રણેય શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા
અમરેલી જિલ્લાના ભાજપનાં પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને પ્રાથમિક પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે મધુબેન દ્વારા રહેણાક વિસ્તારમાં વાહન ટકરાવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી ત્રણેય આરોપીઓ દ્વારા તલવાર વડે મધુબેન પર હુમલો કરવામાં આવ્યો હતો.હુમલાથી બચાવવા તેમનો પુત્ર વચ્ચે પડતા તમને પણ ઈજા પહોંચી હતી.જ્યારેઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી હતી.જ્યારે ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.જ્યારે આ મામલે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યા બાબતે મળતી મુજબ વાહન ટકરાવાની બાબતે મધુબેન દ્વારા ઋષિક પરેશભાઈ મહેતા- 22 વર્ષ,જયઓમ હિતેશભાઈ મહેતા- 20 વર્ષ અને હરિઓમ હિતેશભાઈ મહેતા-18 વર્ષ (તમામ રહે, ધારી મૂળ સરસિયા)ને ઠપકો આપવામાં આવ્યો હતો.જે વાતનો ખાર રાખી ત્રણેય આરોપીએ મધુબેન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે તેમનો પુત્ર રવિ માતાને બચાવવા વચ્ચે પડતાં તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જ્યારે આ અંગે અમરેલીના એસપી હિમકર સિંહે જણાવ્યું હતું કે ભોગ બનનાર ગાડીમાં જતા હતા ત્યારે સામાન્ય અકસ્માત થયો હતો. એ બાદ બોલાચાલી થઈ હતી. ત્યારે આરોપીઓનું ઘર નજીક જ હતું, જેથી તેઓ ઘરેથી તલવાર લઈને આવ્યા અને ભોગ બનનાર પર હુમલો કર્યો હતો. મહિલાના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમનું મોત થયું હતું. સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન મધુબેન જોશીનું મોત થયું છે. તેમના પુત્ર પર પણ હુમલો થયો હતો, જેથી તેમને પણ ઈજા પહોંચી હતી. ત્રણેય આરોપી પોલીસ પકડમાં છે. બે આરોપીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓ સારવાર હેઠળ છે, જ્યારે ત્રીજો આરોપી પોલીસ કસ્ટડીમાં છે.