બસ સ્ટોપ પાસે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ: કારણ અકબંધ
ધારી તાલુકાના માલસીકા ગામે આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેર પી જીવન ટુકાવત્તા પરિવારમાં આક્રંદ છવાયો છે. બસ સ્ટેન્ડ પાસે આધેડે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના માલસીકા ગામે રહેતા કમિશન એજન્ટ તરીકે કામ કરતા સુભાષભાઈ બાબુભાઈ નૈનુજી નામના 45 વર્ષના આધેડે ગામના બસ સ્ટેન્ડ પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પી આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
પરિવારમાંથી મળતી વિગત મુજબ સુભાષભાઈ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. ગઇ કાલે રાત્રે સુભાષભાઈએ બસ સ્ટેન્ડ પાસે ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે ધારી બાદ અમરેલી બાદ અત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ સારવાર મળે તે પહેલા જ આધેડે દમ તોડયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.