આમાં કોરોના જેવી મહામારી ન વધે તો જ નવાઇ
આપણે ઝૂંપડપ અબતક, નવી દિલ્હી
તમે કલ્પના કરો કે આઠથી નવ લાખ લોકો અઢી કી.મી.ના વિસ્તારમાં ખીચોખીચ રીતે વસતા હોય કદાચ આ વસ્તી પૃથ્વી પરની સૌથી વધુ ધનિષ્ઠ ગીચ આબાદી હોઇ શકે, મુંબઇમાં ધારાવીને માયાવીનગરીને હાર્દ માનવામાં આવે છે અત્યારે કોરોના મહામારી આ વિસ્તારમાં ઝડપથી ફેલાઇ જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોને એવો સંદેશ ઉભો થયો છે કે અહિંથી જ જીવલેણ મહામારી વિસ્ફોટક બનશે.
મુંબઇની ઝુંપડપટ્ટીને લઇને ગૃહ નિર્માણ નીતિ માટે વિચારણા થઇ રહી છે. સોમવારે તાતા ગ્રુપના સર્જક રતન ટાટાએ જણાવ્યું હતું કે આ આયોજકો અને વહીવટી તંત્ર માટે ખતરાની ઘંટડી છે કોરોના મહામારીને સોશ્યિલ ડિસ્ટીન્સીંગથી કાબુમાં લેવાની વાત ધારાવી જેવી ઝુંપડપટ્ટી માટે કેમ શકય બની શકે.
રતન તાતાએ બાંધકામની માળખાકીય વ્યવસ્થાની ચર્ચા માટે સમિતિને સંબોધતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ની આ કટોકટીએ લાખો મુંબઇગરાઓને ચોખ્ખા અને મુકત શ્ર્વાસ અને ખુલ્લી જગ્યા માટે વિચારતા કરી દીધા છે. તેમને જણાવ્યું હતું કે, મુંબઇ માટે નવી વસાહતો અને ગૃહ નિર્માણની યોજનાઓ ઝુંપડપટ્ટીઓને ઘ્યાને લઇને કરવાનો સમય આવી ગયો છે. આપણે ધારાવી જેવી ઝુંપડપટ્ટી માટે શરમ અનુભવવી જોઇએ. આપણે મોટા મોટા પ્રોજેકટ બનાવીએ છીએ અને આપણે આ હકીકત છુપાવીને છીએ જયારે લોકો ઝુંપડપટ્ટીની ટીકા કરે છે ત્યારે આપણે ઇજનેર અને બિલ્ડરો તરીકેની પણ કંઇક સામાજીક જવાબદારી ઉઠાવવી પડે.
કોરોનાની આ મહામારી આપણા માટે ખતરાની ઘંટી છે જેણે આપણે ઉંધતા ઝડપી લીધા છે. આપણું લક્ષ્ય શું હોવું જોઇએ અત્યારે ચારે કોરથી આપણા પર વડચકા ભરાઇ રહ્યા છે. આપણે ચારે કોરથી ધેરાઇ ચુકયા છીએ. તાતાએ તાલીમ બઘ્ધ આર્કિટેકટને બે વર્ષ માટે લોસ એન્જલસ જેવા વિકિસત સંસ્થાઓમાં બદલે ઝુંપડપટ્ટીઓ માટે કામ કરવું જોઇએ. બહુમાળી ભવનોનું નિર્માણ કરી ઝુંપડપટ્ટીઓને વિકસિત કરવાની તાતાએ હિમાયત કરી છે.
કોર્પેગીની દ્વારા યોજાયેલા એક વાર્તાલાપમાં રતન તાતાએ જણાવ્યું હતું કે ઝુંપડપટ્ટીઓને હટાવીને નવનિર્માણ માટે આપણાં ધંધાર્થીઓએ આગળ આવવું જોઇઅ. પહેલીવાર આપણને ગીચ વસ્તી અને ખીચોખીચ બાંધકામોથી ઉભી થયેલી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આપણને નિકટતા જ નડવા લાગી છે.
તેમણે જણાવ્યું હતું કે મને એવો વિચાર આવે છે કે આપણે જીવનધોરણ આપણી આવશ્યકતા અને જરિયાતો અંગે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે મોટા મોટા ઉદ્યોગપતિઓ તેમના કિંમતી મકાનો ઝુંપડપટ્ટીની જમીનો પર બનાવી રહ્યા છે અને જાણે કે તે ભંગારના અવશેષોને કાયમી ધોરણે સાચવી લેવાના ઠેકેદાર બની જાય છે. અને આવી ગીચવસ્તી ઉભી કરીને આપણે તેને સમાજનું નામ આપી દઇએ છીએ અને જયારે આફત આવે ત્યારે બચવા માટે ફાંફા મારવા પડે.
કદાચ આપણે આ હકિકતનો આખા સમાજ સાથે સામનો કરવો પડી રહ્યો છે હવે આપણે નવા ભારતના નિર્માણ માટે વિશ્ર્વસ્તરના બાંધકામો અને આપણા માટે ક્ષોભજનક બની ગયેલી ઝુંપડપટ્ટીની હકીકત સામે કંઇક કરવું જોઇએ.
તાતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આપણને એ વાત સમજાઇ ગઇ છે કે રોગચાળો સમગ્ર વિશ્ર્વમાં ફેલાઇ શકે છે હું માનું છું કે આ મુદ્દોએ આપણી સમસ્યા છે બીજાની નહિ આપણે આપણું જીવન ધોરણ સુધારવું જોઇએ. આપણે આપણી જાતે ને પૂછવાની જરૂર છે કે આપણે કેમાં ગૌરવ જોઇએ છીએ. આપણને જે દેખાય છે તે ગૌરવ છે આપણે ગ્રામ્ય સમુદાયોને એક સમાજ તરીકે જોવાની જરૂર છે.
આપણેએ શકયતા પણ જોવાની જરૂર છે કે ઝુંપડપટ્ટીઓ ભાડુતીના બદલે ઘરની હોવી જોઇએ. આપણે એ વાતે શરમ કરવીજોઇએ કે આપણે જુઠુ કહી રહ્યા છીએ. આપણે જેના માટે ગૌરવ લઇએ છીએ એ આપણે શું કરી રહ્યા છીએ આ આપણે મુંબઇ અને મહારાષ્ટ્રમાં જે કરી રહ્યા છીએ તે ગૌરવની વાત છે?
ખરેખર મુંબઇ અને સમગ્ર મહારાષ્ટ્રમાં એક વિશેષ પરિવર્તનની જરૂર છે ધારાવી ઝુંપડપટ્ટી ગૌરવ નહિ પરંતુ આપણા માટે શરમની બાબત છે.
મુઁબઇ અને મહારાષ્ટ્ર અત્યારે રોગચાળા સંક્રમણ માટે નિમિત બની ચુકયું છે. તે માટે આપણી જવાબદારી કેટલી? અત્યારે સંક્રમણની સમસ્યા આપણા માટે આંખ ઉઘાડનારી અને વાસ્તવિમ હકિકત બની ગઇ છે. ટ્ટીના સ્થાને આવાસો બાંધવાનો સમય આવી ગયો છે
કોરોના સંક્રમણ આપણા માટે આંખ ઉઘાડનારી બાબત