ધોરાજી લોકહીત રક્ષક સમિતિના પ્રમુખ દિનેશભાઈ વોરા એ રાજ્યપાલ મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
ધોરાજીના એડવોકેટ અને લોક હિત રક્ષક સમિતિના પ્રમુખ દિનેશભાઈ વોરા એ ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રી શ્રી પાસે વારસાઈ આંબો કઢાવવા આવતા અરજદારોને જણાવવામાં આવે છે કે સીમ જમીન રેવન્યુ રેકર્ડ બિનખેતી મા એન્ટ્રી પડાવવા પૂરતો જ વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે અન્યત્ર રજૂ કરવા વારસાઈ પેઢી નામું અમો નહીં કાઢી આપી અરજદારની અરજી પણ સ્વીકાર્યા વગર પોતાનો નિર્ણય મૌખિક જણાવી આપે છે સરકાર શ્રી ના પરિપત્રો માં ખોટા અર્થઘટનો કરી અરજદારોને ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ ધોરાજી શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં લાલિયાવાડી ચાલે છે આ કચેરીમાં ટેબલ બદલે એટલે કે નિયમ બદલે અરજદારોને હેરાન પરેશાન કરવામાં આવે છે ઈ-ધરા કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી ને લગતી પાડવામાં આવતી નોંધો ખૂબ જ ડીલે કરવામાં આવે છે.
તેમજ નોંધણી પ્રક્રિયા ખૂબ જ ધીમી કરવામાં આવે છે કચેરીમાં અરજી આપ્યા બાદ પંદર દિવસે કાચી નોંધ પાડવામાં આવે છે તેમજ આવક ના દાખલા કાઢવા માટે ગરીબ લોકો આવે છે ત્યારે ૫૦ હજાર રૂપિયાની આવક બતાવી દાખલો કાઢવાની ફરજ પાડવામાં આવે છે અને આવો જવાબ આપવામાં આવે છે કે રૂપિયા ૫૦ હજારથી નીચે ની આવક નો દાખલો આ કચેરીમાં થી નહિ કાઢી આપવામાં આવે જે ગરીબ માણસ બે ટંક નું ભોજન મેળવી શકતો હોય એવા માણસને પણ રૂપિયા ૫૦ હજારની આવક ની દાખલા ની ફરજ પાડવામાં આવે છે તેમજ ઇ-ધરા કેન્દ્ર માં વારસાઇ નોંધ દાખલ કર્યા બાદ હક કમી ની નોંધ સાથે સ્વીકારવામાં આવતી નથી અને એક નોંધ પ્રમાણિત થયા બાદ બીજી લોન સ્વીકારવામાં આવે છે જેને લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
એક નોંધ પ્રમાણિત થતા આશરે ૭૦ દિવસ જેટલો સમય લાગે છે આમ જો કોઈ ખેડૂત ખાતેદારને ત્રણ નોંધ દાખલ કરવાની થતી હોય તો સાત માસ જેટલો સમય લાગે છે આ કચેરીમાં દરેક ટેબલે દરેક કર્મચારીના પોતાના નિયમો જુદા અને અંગત નિયમો બનાવવામાં આવેલા છે તને ધોરાજીના મામલતદાર નું પૂરું સમર્થન હોય એવું જોવા મળે છે આ બાબતે આવેદનપત્રમાં દિનેશભાઈ વધુમાં જણાવેલ કે ઉપરોક્ત બાબતે ધોરાજીના મામલતદાર ને રજૂઆત કરવા જાય તો તેઓ પણ ઉડાઉ જવાબ આપી દે અને અમો અરજી લેવા બંધાયેલ નથી તમારે અરજી કરવી હોય તો કરો અમારે લેખિતમાં જવાબ આપવાની કોઈ જવાબદારી નથી આ પ્રકારે મા મામલતદાર પણ અરજદારો સાથે ઉડાવ જવાબ આપે છે જેના કારણે ધોરાજી મામલતદાર ઓફિસ માં ગરીબ માણસો ખેડૂતો આમ જનતા મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની લેખિતમાં આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવી હતી.