વેપાર ઉદ્યોગ મહામંડળનું ડે. કલેકટરને આવેદન: મામલતદાર દ્વારા લોકમેળાની કોઈ તૈયારી ન કરાઈ હોવાનો આક્ષેપ
ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી મેળા શોભાયાત્રશની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ધોરાજીના મામલતદારના મનસ્વી વલણથી હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી જો મેળો બંધ રખાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે.
ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા, જેન્તીભાઈ પાનસુરીયા, કિશોરભાઈ રાઠોડ, ચુનીભાઈ સંભવાણી, કરશનભાઈ માવાણી, વિનુભાઈ ઉકાણી, રમેશભાઈ સિરોયા વિગેરે એ ડે. કલેકટર તુષાર જોષીને આવેદન પત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજીના મામલતદારઅને
લાકેમેળા સમિતિ દ્વારા હજુ સુધી જન્માષ્ટમી લોકમેળાની કોઈ તૈયારી કરવામાં આવી નથી. જન્માષ્ટમીને માત્ર થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડમાં કાદવ કિચડ છે. અને મામલતદાર એમ કહે છેકે અપસેટ કિંમત કરતા ઓછો ભાવ આવશે તો લોકમેળો બંધ રાખવામા આવશે ! જે બાબતે સખ્ત વિરોધ થયો છે. અને ધોરાજીના જન્માષ્ટમી લોકમેળા અને શોભાયાત્રશએ સમગ્ર ગુજરાતને રાહ ચીંધી છે. ત્યારે ધોરાજીનો જન્માષ્ટમી લોકમેળો બંધ કેમ રાખી શકાય ! આ બાબતે લોક મેળા સમિતિ પાસે રૂ. ૯૫ લાખ પડયા છે.
છતા જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડમાં વિકાસ કામો શા માટે કરાતા નથી આ બાબતે તાત્કાલીક લોકમેળાની કાર્યવાહી નહી કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવામાં આવશે