કુટણખાનામાં દરોડો પાડી કેસ નહી કરવાના બદલામાં લાંચ લેતા બંને ઝડપાયા ‘તા
ધોરાજી શહેરના રોકડા કાંઠે આવેલા મકાનમાં ચાલતા કુટણખાનામાં પોલીસે દરોડો કેસ નહી કરવાના બદલામાં લાંચ લેવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે કોન્સ્ટેબલ અને વચેટીયાને ચાર ચાર વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુમાં ધોરાજી શહેરના રોકડા કાંડે આવેલા મકાનમાં કુટણખાનુ ચાલતું હોવાની માહિતીના આધારે કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભારતી ભરત ભારતી અને તેની સાથે લોકલ ચેનલના પત્રકારે કેમેરા વડે શુટીંગ કરી વલ્લભ અને તેના મિત્ર સુધીરને રંગે હાથ પખડી કેસ નહી કરવાના બદલામા રુ.૨૦ હજારની લાંચ માંગી હતી.બાદ કોન્સ્ટેબલ ચંદ્રકાંત અને ચેનલના કેમેરા સહિત બંને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.