બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડી‘તી
ખંભાળીયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન મુજબ જમીન કૌભાંડની તપાસ ઉંડાણપૂર્વક કરી જમીન કૌભાંડના આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરી ગુન્હાના મુળ સુધી પહોંચવા માટે સુચના અને માર્ગદર્શન મળેલ હોય આ પ્રકારનો જમીન કૌભાંડનો ગુન્હો ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલો હોય જે ગુન્હાની હકિકત મુજબ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરતકુમાર વશરામભાઈ સંચાણીયા નાયબ મામલતદાર ઈ-ધરા કેન્દ્ર મામલતદારની કચેરી ખંભાળીયાવાળાઓએ ગત તા.૨૪/૮/૨૦૧૮ના રોજ જાહેર કરેલો છે.
આ ગુન્હાના આરોપી માનસિંગ (જે ભુંડ પકડવાનો ધંધો કરે છે અને ચીખલીકર ગેંગનો સભ્ય (રહે.ધોરાજી) આરોપીઓ સાથે મળી પૂર્વ યોજીત કાવત્રુ રચી ખંભાળીયા તાલુકાના હર્ષદપુર ગામે આવેલ કિંમતી જમીન જેના મુળ માલિક સ્વ.મોહનમુકુંદસિંગ હરમાનસિંગ બ્રીગેડીયર રહે.પટીયાલાવાળા છે.
તે કિંમતી જમીન પચાવી પાડવાના હેતુથી જમીન માલિકનો ખોટો વારસાઈ આંબો બનાવી ખોટુ સોગંદનામું કરી પોતાની વારસાઈ એન્ટ્રી માટે ખોટા દસ્તાવેજો ઈ-ધરા કેન્દ્ર ખંભાળીયામાં રજુ કરેલ હોય અને આ કામના આરોપી વિરુઘ્ધ ફરિયાદીએ ગુન્હો દાખલ કરાવતા આ ગુન્હાના મુખ્ય આરોપીની ખંભાળીયાના ઈ./ચા.પોલીસ ઈન્સ. એ.બી.જાડેજા તથા તેમની ટીમ દ્વારા ધોરાજી મુકામે ગુલાબનગર ફરેણી રોડ ખાતે આવેલ તેના રહેણાંક મકાને તપાસ કરવામાં આવતા આ ગુન્હાના આરોપીનું મુળ નામ માનસિંગ ઉઘમસિંગ દુદાણી હોવાનું બહાર આવતા આ ગુન્હાના મુળ સુધી પહોંચવા તપાસમાં રહી આરોપીએ મામલતદારની કચેરીમાં રજુ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવા ટીમને મુંબઈ સુધી મોકલી તપાસ કરાવતા તમામ દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનું બહાર આવેલું છે.
તેમજ આ કામના માનસિંગ ઉધમસિંગના ધોરાજી ખાતે આવેલ બેંક ઓફ બરોડાના ખાતામાંથી જ‚રી દસ્તાવેજો મેળવી આ કામનો માનસિંગ ઉધમસિંગ દુદાણી પોલીસની સતત ઘોંસ વધતા પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેની પાસેથી તેના મુળ નામ માનસિંગ ઉધમસિંગ દુદાણીના નામના ઓળખપત્રો વિગેરે કબજે લેવામાં આવેલા છે અને આ આરોપી સાથે માસ્ટર માઈન્ડ તરીકે ભાગ ભજવવામાં કયા-કયા વ્યકિતઓએ શું શું ભાગ ભજવેલ છે તેની ઉંડાણપૂર્વકની તપાસ ખંભાળીયા પોલીસ સ્ટેશનના એ.બી.જાડેજા તથા પ્રવિણભાઈ કેસુરભાઈ ગોજીયા, મોતીભા જાડેજા, ડાડુભાઈ વજાભાઈ જોગલ અને વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા ચલાવી રહ્યા છે.