ખેડુત પાણીનો દુરઉપયોગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે
ભાદર ડેમનું પાણી સિંચાઈ માટે છોડવા માટેની ભાદર ડેમનાં કમાન્ડ એરીયાનાં સલાહકાર સમિતીની મીટીંગ ભાદર સિંચાઈ ઓફિસ રાજકોટ ખાતે અધિક્ષક ચોવટીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ મુકામે મળી હતી. આ મીટીંગમાં પાણી છોડવા માટે ઉભા પાક માટે ચાર પાણ અને રવિ પાક માટે છ પાણ આપવાનું નકકી કરેલ છે. આ માટે ફોર્મ ભરવાની તા.૧૭ ઓકટોબર થી તા.૩૧ ઓકટોબર સુધીમાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને તે પછીની તારીખથી સવા ગણા લેખે ફોર્મ સ્વિકારવામાં આવશે. સિંચાઈ માટે પાણી છોડવાની તા.૫ નવેમ્બરના રોજ કેનાલ મારફત પાણી છોડવામાં આવશે તો તમામ કમાન્ડ એરીયાના ખેડુત ભાઇઓને અરજ છે કે, તાત્કાલિક ફોર્મ ભરવા અપીલ કરીએ છીએ. ચોવટીયાએ જણાવેલ કે કોઈપણ ખેડુત ખાતેદાર પાણીનો દુરઉપયોગ કે બગાડશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે.
તેમજ ભાદર ડેમને હવે આ ડેમ સિંચાઈ માટે બનાવવામાં આવેલ છે તો રાજકોટવાસીઓને અન્ય ડેમ ઉપલબ્ધ હોય અને નર્મદાના નીર પણ રાજકોટને મળતા હોય તો આ ડેમ સિંચાઈ માટે જ રહેવો જોઈએ. તેવી આ મીટીંગમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે. આ મીટીંગમાં ઠાકર તેમજ કાર્યપાલક ગરડીયા તેમજ સિંચાઈ સલાહકાર સમિતિના સભ્ય ડી.જી.બાલધા, ગાંડુભાઈ ઠેસીયા, નિલેષભાઇ ચોથાણી, બાલાભાઈ શીરોયા, વજુભાઈ કોઠારી, શાંતીભાઈ વેગડ, દિનેશભાઈ હડમતીયાવાળા, રમણભાઈ વઘાસીયા, તેમજ સિંચાઈ સલાહકારના સભ્યો તેમજ અધિકારીઓ હાજર રહેલ હતા અને સમિતિએ જણાવેલ છે કે, ચારે-ચાર સેકશનને અને ટેલના ખેડુતોને પાણી મળે તે સારી વ્યવસ્થા કરવી જોઈએ અને જરૂર પડે તો પોલીસ બંદોબસ્ત પાકો જોઈએ. તેવી મીટીંગમાં રજુઆત કરવામાં આવેલ હતી.