ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજે અઢી વર્ષની મુદત પૂરી થતાં ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.13 ડિરેક્ટરોની યાર્ડની સમિતિમાં આજે ધોરાજી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ રણછોડભાઈ કોયણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ તકે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા ખાસ હજાર રહેલા હતા, અને ફરીથી 2 બીજી વખત વરાયેલ પ્રમુખ રણછોડભાઈ કોયણી ને અભિનંદન આપેલ હતા, નોંધનીય બાબત છે કે ખોટ માં ચાલતા આ ધોરાજી યાર્ડ ને રણછોડભાઈ એ નફો કરતું કર્યું હતું. જે કામગીરી ને ધ્યાન માં લઇ ને આજે ડાયરેકટર બોડી દ્વારા ફરીથી તેમને પ્રમુખ બનાવ્યા હતા.