ધોરાજી નગરપાલિકામાં સતાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની રાજકીય લડાઈ વચ્ચે શહેરના રૂપિયા સાડા સતર કરોડના રોડ રસ્તા સહિતના કામોને પાલિકાની વિવિધ કલમો હેઠળ અટકાવવામાં આવ્યા હતાં. જેમની સામે નગરપાલિકા પ્રમુખ ડી.એલ.ભાપાએ છેલ્લા પાંચ દિવસથી ગાંધી ચિંધો આમરણાંત ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

શહેરના રૂંધાતા વિકાસની વચ્ચે ચાલતાં પાલિકા પ્રમુખ અને નગરપાલિકા વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યો વચ્ચે સમાધાન થતાં ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો.આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ નગરપાલિકા ચિફઓફિસરની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખે મોડી રાત્રે ઉપવાસના પારણાં કર્યા હતાં.

જેમને કારણે છેલ્લા ઘણાં સમયથી ધોરાજી શહેરના અટકી પડેલા રોડ-રસ્તા સહિતના કરોડો રૂપિયાના વિકાસના કાર્યોના વિઘ્નો દૂર થવાની સાથે વિકાસનો માર્ગ મોકળો થવા પામ્યો હતો.જેમને કારણે શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવાં પામી હતી.જે લોકો વિરોધ કરતાં હતાં અચાનક જ સમાધાન કરતાં  અનેક તર્ક વિતર્ક ચાલી રહયાં છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.